જામનગરના મયુર ટાઉનશિપ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શિવ મંદિરનું ખાતમુહૂર્ત કરાયું હતું. મંત્રીશ્રીએ ધર્મ અને આસ્થાના પ્રતિકસમા શિવ મંદિર વિશે વિસ્તારના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કોર્પોરેટર શ્રી હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ તથા શહેર ભાજપ મંત્રી શ્રી પરેશભાઈ દોમડીયા, કિસાન મોરચાના શ્રી હસુભાઈ પીઠડીયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન ટાઉનશિપના પ્રમુખશ્રી ભગવાનજી વસોયા, કાંતિભાઈ નસીત, જીગ્નેશભાઈ ઉમરેટિયા, ચંદ્રેશભાઇ કરમુર, પ્રવિણભાઈ, ભરતભાઈ મોળીયા, ધર્મેશભાઈ અકબરી, રમેશભાઈ પાઘડા દ્વારા કરવામાં આવ્યું હતું.