Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગરનો ફકત ૧૩ વર્ષની વયનો હીત ભીમશીભાઇ કંડોરીયા નેશનલ લેવલ પર ટોપ ૪ માં સ્થાન મેળવવા માં સફળ

જામનગર માટે ખુબ જ ખુશીના સમાચાર છે કે જામનગરનો ફકત ૧૩ વર્ષની વયનો હીત ભીમશીભાઇ કંડોરીયા નેશનલ લેવલ પર ટોપ ૪ માં સ્થાન મેળવવા માં સફળ રહ્યો છે.

આ છે જામનગરનું રમત ગમત ક્ષેત્રનું ભવિષ્ય… આગામી સમયમાં ઇંડીયા નંબર વન અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું નેત્રૃત્વ જામનગરનો હીત કરે તો નવાઇ નથી…

આપ સૌ મીડિયા મીત્રોને વિનંતી છે કે આવા ઉભરતા પ્લેયરના ઉત્સાહ માં વધારો કરવા તેમની મહેનત અને પરીણામનો પ્રચાર કરી પરતુ પ્રોત્સાહન આપશો…

જામનગર જેવા નાના શહેરમાં રહી અને ખુબજ ઓછી માળખાકીય વ્યવસ્થા હોવા છતા નેશનલ ટોપ ફોર માં આવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું અઘરૂ છે… કોઇપણ અગવળતા ટેલેન્ટ ને રોકી શક્તી નથી તે પરીતાર્થ કરતો જામનગરની સરકારી શાળામાં શીક્ષક તરીકે ફરજ બજાવતા ભીમશીભાઇનો પુત્ર હીત કંડોરીયા એ કરી બતાવ્યુ છે…

જેડી ટીટીએ ની સમગ્ર ટીમ વતી હું ઉદય કટારમલ આપ સૌને જણાવતા ખુશી અનુભવું છું કે અમે ફક્ત ટેબલ ટેનીસ નહી પણ કોઇપણ સ્પોર્ટને પ્રોત્સાહન આપવા માટે ખુટતુ કરવા કટીબધ્ધ છીએ…

આગામી સમયમાં જામનગર માંથી એથલેટીક અને અન્ય સ્પોર્ટસના સ્ટાર્સ પણ ભારતભરમાં આગવુ સ્થાન મેળવે તો નવાઇ નથી…

Related posts

સુરતની કાપડ મિલો ભારે મુશ્કેલીમાં મુકાઈ, ટકી રહેવાં માટે લીધો નિર્ણય

samaysandeshnews

મંગલમ વિદ્યાલયની મુલાકાતે સુપ્રસિદ્ધ હાસ્યકાર જગદીશભાઈ ત્રિવેદી

samaysandeshnews

ધોરાજી માં યમદૂત બની અને ઊભેલી જર્જરિત ઈમારતો લોકો જીવ ના જોખમે ચાલવા મજબૂર બન્યા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!