શહેરની મેડિકલ કોલેજના પટાંગણમાં રેસી. ડોક્ટરો દ્વારા મીણબત્તી પ્રગટાવી વિરોધ નોંધાવ્યો…
ભારતભરના રેસિડેન્ટ તબીબો સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આજે જામનગરમાં રેસિડેન્ટ તબીબોએ હડતાલ ના ત્રીજા દિવસે મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું…
નીટ-પીજી કાઉન્સેલીંગની પ્રક્રિયા સતત મુલત્વી રાખવામાં આવતા રેસિડેન્ટ તબીબો ઉપર કામનું ભારણ વધ્યું છે. આ મુદ્દે દેશભરમાં તબીબો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આજે રાત્રે જામનગરની મેડિકલ કોલેજના કેમ્પસમાં મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો…