શ્રીભોળેશ્વર મહાદેવ ના પ્રાગટ્યનો ઈતિહાસ છે ૐ નમઃ શિવાય શ્રી ગુર્જર સુતાર પીસાવાડીયા શ્રી નારણભાઈ રૈયાભાઇની ગાયથી જે શ્રી ભોળેશ્વર મહાદેવનું સ્વયંભૂ લીંગ પ્રગટ થયું તેનો સંપૂર્ણ ઇતિહાસ
ગજણાથી થોડે દુર ઢાંઢર અને મુખાવટી નદીના સંગમ થાય તેવી તપોવન ભૂમિ પર ભગવાન ભોળાનાથને બિરાજી પ્રગટ થવા ઈચ્છા થઈ તે નિમિતે ગુર્જર સુતાર શ્રી નારણભાઈ રૈયાભાઈ પીસાવાડીયાની ગાયને એક રાફડા પર દુધ ધારા વસાવવાની પ્રેરણા કરી, ગાય સવારે ધણમાં ચારો ચરી સાંજે સરિતા સંગમની જગ્યાએ રાફડા પર દુધ વરસાવી ધણમાં પાછી જતી. આમ બે – ચાર દિવસ ગાય ઘરે દુધ ના આપવાથી શ્રી નારણભાઈએ ગોવાળને પુછ્યું, ગોવાળે શ્રી નારણભાઈ ધણમાં સાથે આવવા કહ્યું સાંજે ગાયઘણથી છુટી પડી રાફડા પર દુધવરસાવતી જોઈ નારણભાઈને આશ્ચર્ય થયું. રાત્રે શિવભક્ત શ્રીનારાણભાઈને ભોળાનાથે સપનામાં દર્શન આપી કહ્યું, તારી ગાય મારા પર દુધ વરસાવે છે મને બહાર કાઢી સ્થાપના કર, બીજા દિવસે શ્રીનારણભાઈએ ગામના સ્વજનોને સાથે રાફડાની માટી ખોદી ત્યાં ભોળાનાથ શિવલીંગ રૂપે પ્રગટ થતાં વિધિપૂર્વક સ્થાપના કરી ભોળેશ્વર નામ દીધું.
એક ભાટીયા કુટુંબને ભકિતભાવ ઉત્પન્ન થતાં મંદિર બંધાવવાનો સંકલ્પ કર્યો, શિખરબદ્ધ મંદિરની ઈ.સ.1645ના મહાસુદ પાંચમને સોમવારે વિધિપૂર્વક પ્રતિષ્ઠાશ્રી નારણભાઈ રૈયાભાઈ પીસાવાડીયાના શુભ હસ્તે કરાયેલ.