Samay Sandesh News
રાશિફળ

જીવનની દરેક મુશ્કેલીને દૂર કરે છે. ગણેશનો આ મનોકામના મંત્ર, આ વિધિ વિધાનથી કરો જાપ

[ad_1]

અંગારક ચતુર્થી:મનોકામનાની પૂર્તિ કરવા માટે ગણેશજીની મૂર્તિ સામે બેસીને આ મંત્રનું અનુષ્ઠાન કરવાથી જીવનના દરેક કષ્ટો દૂર થાય છે.

 

અંગારક ચતુર્થીના દિવસથી જો અનુષ્ઠાન શરૂ કરવામાં આવે તો ભાવિકને મનોવાંછિત ફળ મળે છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે ભગવાન ગણેશની પ્રતિમાની સામે અથવા કોઇ મંદિરમાં અથવા કોઇ પૂણ્ય ક્ષેત્રમાં ભગવાન ગણેશની મૂર્તિ કે છબી સન્મુખ બેસીને અનુષ્ઠાન કરવાથી નોકરી, લગ્ન, બીમારી સહિતની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

મનોકામનાની પૂર્તિ માટે ભક્તે પવિત્ર સ્થાન પર શુદ્ધ આસન પર બેસીને ષોડસોપચારે ગણેશનું પૂજન કરો. શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ગણેશસ્ત્રોતના ઓછામાં ઓછો 21 વખત પાઠ કરો.  આ સ્ત્રોતનો પાઠ સવારે કે સાંજેના સમયે કરવાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે.

આ વિધિ વિધાનથી ગણેશજીનું અનુષ્ઠાન કરવાથી અવશ્ય મનોવાંછિત ફળ મળે છે. તેમ છતાં પણ જો કામના પૂર્ણ ન થાય તો જયોતિષનું માર્ગદર્શન લેવું. ગણેશજીની રિઝવવા માટે આ નીચેના મંત્રના જાપ પણ કરી શકાય છે

गणपतिर्विघ्नराजो लम्बतुण्डो गजाननः। द्वैमातुरश्च हेरम्ब एकदन्तो गणाधिपः॥ विनायकश्चारुकर्णः पशुपालो भवात्मजः। द्वादशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत्‌ विश्वं तस्य भवेद्वश्यं न च विघ्नं भवेत्‌ क्वचित्‌।॥

જો લગ્નના લાંબા સમય બાદ પણ દંપતિ સંતાન સુખથી વંચિત હોય તો  સંતાન પ્રાપ્તિ હેતુ આ મંત્રનું અનુષ્ઠાન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.

ॐ नमोस्तु गणनाथाय, सिद्धिबुद्धि युताय च सर्व प्रदाय देहाय पुत्र वृद्धि प्रदाय च
गुरुदराय गरबे गोपुत्रे गुह्यासिताय ते
गोप्याय गोपिता शेष, भुवनाय चिदात्मने

विश्व मूलाय भव्याय, विश्व सृष्टि कराय ते
नमो नमस्ते सत्याय, सत्यपूर्णाय शुंडिने
एकदं‍ताय शुद्धाय सुमुखाय नमो नम:
प्रपन्न जन पालाय, प्रणतार्ति विनाशिने
शरणंभव देवेश संततिं सुदृढ़ां कुरु
भविष्यंति च ये पुत्रा मत्कुले गणनायक:
ते सर्वे तव पूजार्थं नि‍रता: स्युर्वरोमत:
प‍ुत्र प्रदं इदंस्तोत्रं सर्वसिद्धिप्रदायकम।

મનોવાંછિત ફળ માટે સંકટ ચતુર્થીના દિવસે ગણેશજીને લીલું ઘાસ અર્પણ કરવાથી પણ જીવનની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. ખાસ કરીને નોકરી અને વિદ્યા અભ્યાસ તેમજ ધન સંબંધિત સમસ્યાનો ઉકેલ આવે છે.

 

 

[ad_2]

Source link

Related posts

આજનું રાશિફળ

samaysandeshnews

Guru Purnima 2021: Do This Work On Guru Purnima Nad Gets Bless

cradmin

Guru Purnima 2021: આપણી ભાવના શુદ્ધ હોય તો ગુરુની કૃપા દૃષ્ટિ દ્વારા જીવનો ઉદ્ધાર થઈ શકે: વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ

cradmin

Leave a Comment

error: Content is protected !!