જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર, પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી દ્વારા વણ શોધાયેલ ચોરી ના ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ જુનાગઢ બી.ડીવીજન પો.સ્ટેશનના પીઆઈ આર.એસ.પટેલની સુચના આધારે ગુન્હા નિવારણ સ્કોડનો સ્ટાફ મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ગુન્હેગારોને પકડી પાડવા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી પો.કોન્સ . વનરાજસિંહ ચુડાસમા, હારૂનભાઇ ખાનાણી ને સયુંક્તમાં મળેલ બાતમી મળી કે જુનાગઢ બી ડિવિ . પો.સ્ટેશન માં નોંધાયેલ ફરિયાદ આધારે મોબાઇલ ફોનની ચોરી કરનાર હિરો-હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલમાં સવારીમા બે ઇસમો પસાર થવાના છે.
જે બાતમી આધારે બન્ને ચોર ઇસમોને ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ – ર તથા પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ કરી રાજકોટ કુવાડવા ખાતેથી ચોરી થયેલ હિરો – હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ સાથે જુનાગઢ દોલતપરા રોડ ઉપર સક્કરબાગ સામે જાહેર રોડ ઉપરથી રવિ દિલિપભાઇ રાઠોડ અને તેનો સાથીદાર લખન નારણભાઇ મારવાડી ને મોબાઈલ તેમજ મોટર સાઇકલ મળી કિ.રૂ. – ૨૦,૦૦૦ /ના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પીઆઈ આર.એસ.પટેલ પીએસસાઈ આર.એચ. બાંટવા તથા નેત્રમ શાખાના પીએસઆઈ પી .એચ . મશરૂ ,પો.કોન્સ પરેશભાઇ હુણ , મુકેશભાઇ મકવાણા, વનરાજસિંહ ચુડાસમા,હારૂનભાઇ ખાનાણી,નીતીનભાઇ હીરાણી તથા નેત્રમ શાખાના પો.કોન્સ . મધુબેન ઓડેદરા , વિમલભાઇ ભયાણી તથા એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ દ્વારા કામગીરી કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી