જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી ના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશના જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સુચના તેમજ શ્રાવણ માસ નીમીતે જુગાર પકડી પાડવા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.વી.ધોકડીયા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલિસ કોન્સ્ટેબલ દીપકભાઇ બાબુભાઇ ચોહાણ તથા પોલિસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ મનસુખભાઇ પરમાર ને મળેલ બાતમીના આધારે જુનાગઢ તાલુકા પોલિસ સ્ટેશન ના ગંજીપતાના પાના વડે રૂપિયા પૈસાથી તીનપતી રોન નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી તીનપતી રોન પોલીસ નો જુગાર રમતા ૯ ઇસમોને રોકડા રૂ.૧,૦૭,૫૩૦ તથા મો . ફોન નંગ -૯ કિંમત રૂપિયા ૪૦,પ૦૦ તથા મોટર સાઇકલ – ૩ કિંમત રૂપિયા ૮૫,૦૦૦ જુગારના સાહીત્ય સાથે કુલ કિંમત રૂપિયા ૨,૩૩,૭૩૦ ના મુદામાલ સાથે .જુનાગઢ આ સારી કામગીરી પી.એસ.આઈ . પી.વી.ધોકડીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.બી.મકવાણા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.બી.ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એ. રવૈયા તથા પોલિસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ મનસુખભાઇ પરમાર તથા પોલિસ કોન્સ્ટેબલ દીપકભાઇ બાબુભાઇ ચોહાણ તથા પોલિસ કોન્સ્ટેબલ રાહુલભાઇ રામસીંગભાઇ જાણકાટ તથા પોલિસ કોન્સ્ટેબલ પરેશભાઇ કેશુરભાઇ વરૂ તથા પોલિસ કોન્સ્ટેબલ અજયભાઇ વાલજીભાઇ પારધી તથા પોલિસ કોન્સ્ટેબલ સુભાષભાઇ ધીરૂભાઇ કોઠીવાળ તથા પોલિસ કોન્સ્ટેબલ કરણભાઇ જગુભાઇ વાળા એ સાથે રહી કામગીરી કરી આગળ ની તપાસ હાથ ધરી હતી.