જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પોતાની જણસી જેવી કે ,મગફળી,ચણા, તુવેર,પાકો સરકારના ટેકા ના ભાવે વેચવા માટે પાણીપત્રક ફરજીયાત હોય છે.પરંતુ અગાઉનાં વર્ષોમાં પાણીપત્રક ની એન્ટ્રી સમયસર ન થવાને કારણે ખેડૂતોને પાણીપત્રક માં એન્ટ્રી કરાવવાં તલાટી કમ મંત્રી પાસે ધકા ખાવા પડતા હતા અને મંત્રી પાસે એક થી વધારે ગામોના ચાર્જ હોવાથી સમયસર લોકો ને પાણીપત્રક માં સહી સીક્કા થતાં ન હોવાથી ખેડૂતો ને ઓનલાઈન કરવામાં તકલીફ પડતી.
જૂનાગઢ કલેકટર રચિત રાજ (આઈ.એ.એસ) દ્વાર સતત ખેડૂતો ની ચીંતા કરી કર્મચારીઓ ને કામે લગાડી સમયસર એન્ટ્રી પુરી કરાવી જે ને કારણે આ વર્ષ ખેડૂતો ને કોઈ પણ જાતના ધક્કા વગર પોતાના ગામ માં જ ટેકા ના ભાવે જણસી ઓ ની ઓનલાઈન થઈ શકશે.વધુમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ ખટારીયા એ જણાવ્યું હતું કે જીલ્લા વિકાસ અધિકારી મિરાત પરીખની(આઈ.એ.એસ) દ્વારા જીલ્લા પંચાયત ના કર્મચારી ગણ જે ઓ સમયસર ઓફીસ માં હાજરી આપતા નથી તેવા જીલ્લા પંચાયત ના તમામ કર્મચારીઓ ને ડીડીઓ મિરાત પરીખ સાહેબે બાયોમેટ્રિક અને ફેસ રેકિગ્રેશન એટેન્ડન્ટ સિસ્ટમ ફરજિયાત કરાતા કર્મચારીઓ સમયસર પોતાની ઓફિસે હાજરી આપશે અને લોકો ના કામો ને વેગ મળશે જેની જિલ્લા પંચાયત ના પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ ખટારીયા એ જણાવ્યું હતું કે જે કર્મચારી ઓફીસ સમય દરમિયાન બહાર જતા હોય તેની સીએલ રજા ઉપર કાપ મુકવાનો જે નિર્ણય કરેલ છે તે એક વહિવટી અધિકારી તરીકે પ્રસંનીય બાબત છે. બંને આઈએએસ અધિકારીના કૌશ્લાયશૈલી થી કામ કરવાની પદ્ધતિ થી જૂનાગઢના પ્રશ્નોનો નિકાલ થશે અને વિકાસના કાર્યો ને વેગ મળશે .