જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા પીયૂષ પરમાર એ કોંગ્રેસ માંથી રાજીનામું આવતા ખળભળાટ,માળીયા હાટીના તાલુકામાં કોંગ્રેસને વધુ એક પડયો છે ફટકો
માળીયા હાટીના તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા અને યુથ કોંગ્રેસ માળીયાહાટીના માંગરોળ વિધાનસભાના પ્રમુખ પીયૂષ પરમાર દ્વારા આજે રાજીનામું આપી દેવામાં આવ્યું છે પાર્ટીમાં સતત થતી અવગણના થી કંટાળી રાજીનામું આપી દીધું છે સ્થાનિક ધારાસભ્ય બાબુભાઈ વાજા સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે
માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને સત્તા ટકાવવા માટે પ્રજાને મૂર્ખ બનાવી રહી છે અને પ્રજાના કોઈ કામ થતાં નથી જેને કારણે નારાજ થઈને માળિયા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાએ રાજીનામું આપી દેતા ચકચાર મચી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને યુથ કોંગ્રેસ પ્રમુખ અમદાવાદ અને તેઓએ રાજીનામું આપી જાણ કરી દીધી છે..વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે અને અચાનક રાજીનામું આપી દેતા આ વિધાનસભા બેઠક ઉપર સૌથી મોટી અસર પડે તેવું હાલ દેખાઈ રહ્યું છે આગામી દિવસોમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરી અને કઇ પાર્ટી સાથે જોડાવું તે અંગે નિર્ણય લેવાની પણ પિયુષ પરમારે ખાતરી આપી છે….