Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં થાણાપીપળી ગામે આસપાસ નાં 5 થી વધુ ગામો નાં આશરે 15000 લોકો માટે થાણાપીપળી ગામ ની એસ બી આઈ બ્રાંચ આશીર્વાદ રૂપ છે

થાણાપીપળી ગામે એસ.બી.આઈ. બેંક ની ઢીલી કામગીરી થી લોકોમાં રોષ ૮ દિવસ થી ઓડીટ ની કામગીરી નાં કારણે પાક્ધીરાણ અને અન્ય સેવા માટે લોકો ને જોવી પડી છે રાહ બેંક અધિકારીઓ એ બે દિવસમાં કામગીરી પુર્વરત થવાની ખાતરી આપતા મામલો થયો શાંત

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા નાં થાણાપીપળી ગામે આસપાસ નાં ૫ થી વધુ ગામો નાં આશરે ૧૫૦૦૦ લોકો માટે થાણાપીપળી ગામ ની એસ બી આઈ બ્રાંચ આશીર્વાદ રૂપ છે. પરંતુ હાલ આ બેંક વિવાદો માં સપડાઈ છે. હાલ બેંક માં છેલ્લા ૮ દિવસ થી ઓડીટ ની કામગીરી શરુ છે. જેના કારણે બેંક ની રૂટીન કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. લોકો ને પાકાધીરાણ માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. જ્યારે મહિલાઓ ને વિધવા પેન્શન અને વિદ્યાર્થી ઓ ને પણ બેંક માંથી પૈસા ઉપાડવા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. આ બાબતે ગામ દ્વારા આજે મોટી સંખ્યા માં એકઠા થઈ બેંક નાં જવાબદાર અધિકારીઓને લેખિત આવેદન પત્ર આપી બેંક ની કામગીરી ફરીથી રૂટીન થાય તેવી ફરિયાદ કરી ચીમકી આપી હતી કે આગામી ૨ દિવસ માં આ કામગીરી ફરી શરુ નહિ કરવામાં આવે તો તાળાબંધી જેવા કાર્યક્રમ કરવામાં આવશે.. આ તરફ બેંક નાં જવાબદાર અધિકારીઓ દ્વારા ઓડીટ ની કામગીરી આગામી ૨ દિવસ માં પૂર્ણ કરવામાં આવશે અને રૂટીન કામગીરી જડપી બને તેના માટે પ્રયત્નો કરવાની ખાતરી આપતા સમગ્ર મામલો શાંત થયો

Related posts

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી

samaysandeshnews

TV એક્ટર્સ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકને કારણે અવસાન

samaysandeshnews

ભાવનગર: મારૂતિ ૮૦૦ કારમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂઝડપી પાડતી

cradmin

Leave a Comment

error: Content is protected !!