દિવાળી સમયે બજારમાં 1 કિલોના 250 ના ભાવે વેચાતું ઉંધીયું નિસ્વાર્શ ગ્રુપ દ્વારા વિના મૂલ્યે વિતરણ
તહેવારમાં લોકો ખુદ ની ખુશી માટે હર્ષો ઉલ્લાસ થી ઉજવણી કરતા હોય છે પરંતુ જે લોકો મજૂરી કરી ટક નું ટક કરી પોતાનું જીવન જીવતા હોય તેના માટે તહેવારની ઉજવણી કરવી અઘરું હોય છે.કારણ કે મોંઘવારી અને પરિસ્થિતિ નો તાલ મેલ આવવો શક્ય નથી .ત્યારે નવા વર્ષ ની શુભ શરૂઆતે જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી ખુશી પહોંચાડવી આના થી મોટી ઉજવણી બીજી કઈ હોય શકે ત્યારે જૂનાગઢ નિ:સ્વાર્થ ગ્રુપ દ્વારા રામવાડી પ્રાગદાસ બાપા ગોદડિયા આશ્રમ ખાતે મિત્રોના સહકાર થી 100 કિલો ઉંધીયું ,30 કિલો લોટ ની પૂરી અને 30 કિલો મસાલા રાઈસ શુધ્ધ તેલમાં બનાવવામાં આવ્યા હતા.બેસતા વર્ષે જ્યારે લોકો પોતાના પરિવાર ,મિત્રો અને સગા સબંધી ને મળી પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે.
ત્યારે નિસ્વાર્થ મિત્ર મંડળ દ્વારા નબળી પરિસ્થિતિ અને જરૂરિયાતમંદ લોકોના આંગણે માનવતા ને માન મળે તે હેતુ થી આ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું.તહેવાર ને લઈ બજારમાં ઊંધિયા નો 1 કિલો નો ભાવ 200 થી 250 છે ત્યારે જરૂરિયાતમંદ અને નિરાધાર લોકો ખરીદી શકતા નથી .
જેને ધ્યાને લઇ જૂનાગઢ ના વૃદ્ધાશ્રમ , ભવનાથ વિસ્તાર,દાતાર રોડ ,ડમ્પીંગ સ્ટેશન તેમજ અલગ અલગ વિસ્તારમાં લોકો સુધી ઉંધીયું પીરસી ભોજન કરાવી ખુશીની અનુભૂતિ કરી હતી. અનવર પલેજા,ધર્મેન્દ્રભાઈ પૂજારી,વનરાજ ચૌહાણ,લાલભાઈ સોંદરવા, કરણ વદર,હીરાભાઈ બોરીચા , પેરી સોંદરવા, નીતિન પરમાર ,ભરત બોરીચા, નિમિષ પટેલ,સાહિલ મકરાણી,દર્શક જોશી, અનિલભાઈ, અને સાથી મિત્રો આ સેવા કાર્યમાં સહભાગી બની નવા વર્ષે ઉજવણી કરી હતી.અને લોકો ને પણ બીજા ને મદદરૂપ થવા અપીલ કરી હતી..