જૂનાગઢ શહેરમાં આવેલ ઝાંસીની રાણી પાછળથી ઝાંઝરડા સાઈડ આવક જાવકનો સિંગલ અને સાંકળો રસ્તો હતો જેમાંથી ઝાંઝરડા જનાર અને સરદાર બાગ , મોતીબાગ ,અને વંથલી રોડ તરફ જાનારા લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જેનાથી છુટકારો મળ્યો છે.અને ખાસ એટલા વિસ્તારમાં ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુખાવા સમાં ઉભો થતો હતો. જે બાબતને નિરાકરણ લાવવામાં હરેશભાઈ પરસાણા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા જૂનાગઢ મનપા કમિશનર સાથે રસ્તાની સમસ્યાના મુદા પર ચર્ચા કરી તેમજ બાંધકામ શાખા ના નગર નિયોજક દીપક ગૌસ્વામી સાથે રસ્તો પહોળો કરવાની ચર્ચા કરી રસ્તાની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી હતી.આ રસ્તાના તાત્કાલિક પ્રશ્ન નું નિરાકરણ આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા અને અધિકારીઓ ને લોકોએ તત્તવરે કામ શરૂ કર્યા માટે અભિનંદન પાઠવ્યા હતા.
previous post