- જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા પક્ષને ડોનેશન આપવા દરેકને અપીલ કરી
- પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબના પૈજ સમિતિના સભ્યો સાથેના સંવાદ કાર્યક્રમ અંતર્ગત આયોજન થયું
કેશોદ શહેર ભાજપ લઘુમતી મોરચા અને કેશોદ તાલુકા ભાજપ લઘુમતી મોરચાની સંયુકત મંડળ બેઠક કેશોદ સરકીટ હાઉસ ખાતે શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ ભાલાળાના અધ્યસ્થાને મળી હતી. જેમાં જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલામીંયા સૈયદ, જીલ્લા મહામંત્રી નજીરખાન બેલીમ, જીલ્લા ઉપપ્રમુખ અલીભાઈ સાંધ, જીલ્લા લઘુમતી મોરચાના પ્રભારી ચંદુભાઈ મકવાણા, કેશોદ શહેર/તાલુકા લઘુમતી મોરચાના મંડળ પ્રભારી ઈસ્માઈલભાઈ દેથા, કેશોદ નગર પાલીકાના પ્રમુખ નિરંજનભાઈ પીપળીયા, નગર પાલીકાના ઉપ પ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, કેશોદ શહેર લઘુમતી મોરચા પ્રમુખ અતીકભાઈ ગડર, મહામંત્રી સીદીકભાઈ કચરા, કેશોદ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ અનવરખાન પઠાણ, ઉપપ્રમુખ અબ્દુલભાઈ નોતીયાર, શહેર લઘુમતી મોરચાની આખી ટીમ તથા તાલુકા લઘુમતી મોરચાની ટીમના સભ્યો હાજર રહ્યા હતા.
બેઠકના અધ્યક્ષ પ્રવિણભાઈ ભાલાળા એ સંગઠનના કાર્યક્રમો વિશે માહીતી આપી હતી, લઘુમતી મોરચાના જીલ્લા પ્રભારી ચંદુભાઈ મકવાણા એ આગામી 25 તારીખે યોજાનાર માન. વડા પ્રધાનશ્રી મોદી સાહેબના પૈજ સમિતિના સભ્યો સાથેના સંવાદ કાર્યક્રમ અંગે સમજુતી આપી હતી. જીલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલામીંયા સૈયદ એ જીલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલના કોડ મારફત પક્ષને ડોનેશન આપવા દરેકને અપીલ કરી હતી. કેશોદ શહેર/તાલુકા લઘુમતી મોરચાના મંડળ પ્રભારી ઈસ્માઈલભાઈ દેથા એ સંગઠન ના કાર્યો અને કાર્યક્રમો અંગે વિસ્તૃત સમજ આપી હતી. જીલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી નજીરખાન બેલીમ એ આભાર વિધિ કરી મીટીંગ પુર્ણ થયેલી જાહેર કરી હતી.
આજની મીટીંગમાં કેશોદ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ અતીકભાઈ ગડર, સીદીકભાઈ કચરા, શાહરૂખભાઈ ચૌહાણ, ફિરોજભાઈ બેલીમ, અનસભાઈ કચરા, હનીફભાઈ પંજા, હાજીભાઈ અબડા, અસલમભાઈ સીડા, વસીમખાન બેલીમ, યુનુસખાન બેલીમ, અયુબભાઈ પઠાણ, યાકુબભાઈ કુરેશી તેમજ કેશોદ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ અનવરખાન પઠાણ, નઝીરભાઈ મલેક, લતીફભાઈ મલેક, અબ્દુલભાઈ નોતીયાર વિગેરે હાજર રહ્યા હતા જેની હાજરીની નોંધ જીલ્લા લઘુમતી મોરચાના ઉપ પ્રમુખ અલીભાઈ સાંધ એ લીધી હતી.