Samay Sandesh News
ક્રાઇમગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

જૂનાગઢના ભવનાથ જંગલમાં યુવતીના આડા સંબંધની શંકા રાખી તેના પ્રેમીએ કરી હત્યા

યુવતી ને 3 માસ નો ગર્ભ હોવાનું અને યુવતી યુવક સાથે લીવ ઇન રિલેશન રહેતી

રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે સબંધોમાં શંકા કરી વિવાદ ચાલતો હતો તેવામાં મનસુખે પોતાના મનમાં ઉર્મિલા ની હત્યા કરવાનો પ્લાન કરી લીધો .અને બંને ગત આઠ તારીખ ના જુનાગઢ આવ્યા હતા અને ત્યાંથી ઉર્મિલા ને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં જઈ ત્યાં છરીના પાંચ થી છ ઘા મારી ક્રૂરતાથી હત્યા કરી નાખવામાં આવી હતી .પરંતુ હત્યા કર્યા બાદ મનસુખ પોતે એકલો જોવા મળતો હતો જેથી તેના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેની માતાએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી જેના આધારે રાજકોટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સની મદદ લઈને મનસુખ નું લોકેશન મેળવી તેની પુછપરછ કરી હતી.

પુછપરછ દરમ્યાન ઉર્મિલા ની જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબુલાત આપી હતી જેથી રાજકોટ પોલીસ જૂનાગઢ આવી જુનાગઢ પોલીસની મદદ મેળવી ભવનાથ વિસ્તારમાં જંગલોમાં મૃતદેહ ની શોધખોળ કરી અને મનસુખે હત્યા વાળી જગ્યા બતાવી જયાં ઉર્મિલાનો મૃતદેહ પડ્યો હતો. મૃતદેહ નો એક હાથ દીપડો ખાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી.પોલીસે મૃતક ઉર્મિલા ને માતાની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી આરોપી મનસુખ ની ધરપકડ કરી લીધી છે એક તરફ ભવનાથના જંગલ વિસ્તારમાં ઉર્મિલાના મૃતદેહની બાજુમાં સિંહો ગર્જના કરતા હતા અને પોલીસે મહામહેનતે મૃતદેહ ને જંગલમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડાયો છે પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો આરોપી મનસુખ પ્રોહીબીશન ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે અને પાસામાં જેલની હવા ખાઇ આવ્યો છે મૃતક ઉર્મિલાને 3 માસનો ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે…

Related posts

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આજથી જણસીની આવક શરૂ કરાઈ

samaysandeshnews

ઉપલેટાના ખેડૂતો એ પૂરતી વીજળી ની માગ સાથે PGVCL સામે સૂત્રો ચાર કર્યા હતા

samaysandeshnews

પાટણના દોશીવટ બજારની ઘટનાં

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!