જુનાગઢ શહેરમાં આવેલ સરકારી કચેરીની ઇમારતોની દિવાલ પર બે દિવસ પહેલાં ભાજપે પોતાનું ભાજપ નું ચિન્હ અને કમળ દોરતા વિવાદ છંછેડાયો હતો ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા ગેસના સિલિન્ડર ચીતરીને વિરોધ નોંધાવ્યો છે.હાલ વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અનેક પાર્ટીઓ પોતાના પ્રચાર માટે અનેક કાર્યો કરતી હોય છે ત્યારે જૂનાગઢ શહેરમાં ભાજપ દ્વારા સરકારી કચેરીની ઇમારતોની દિવાલ પર ભાજપનું ચિહ્નને કમળ દોરીને પ્રચાર શરૂ કર્યો છે
ત્યારે કોંગ્રેસે આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગત રાત્રીના સમયે ભાજપના ચિન્હ નીચે યુથ કોંગ્રેસ દ્વારા ગેસના સિલિન્ડર ના ભાવ વધારાનો વિરોધ કરી અને ગેસનું સિલિન્ડર દોરીને ભાજપ સામે વિરોધ નોંધાવ્યો છે ગેસના સિલિન્ડર ના ચિત્ર માં ઉલ્લેખ કરાયો છે કે 350 વાળા ગેશ સિલિન્ડરના ૧૦૫૦ કરનાર ભાજપ. ભાજપ અને કોંગ્રેસ બંને સરકારી કચેરીની ઇમારતોની દીવાલ પર ચિત્રો દોરીને વિરોધ નોંધાવી રહ્યુ છે.ત્યારે ભાજપે કોંગ્રેસના આ ચિત્રો ને ફરી પીછોડો મારી અને હટાવી દીધા છે