Samay Sandesh News
ક્રાઇમગુજરાતરાજકોટ

જેતપુરના ચાંપરાજપુર વિસ્તારમાંથી જુગાર રમતા 10 જુગરીઓ ઝડપાયા.

  • રૂા. 11 હજારની રોકડ જપ્ત
  • જેતપુરના ચાંપરાજપુરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા દસ શખ્સોને રૂા. 11 હજારની રોકડ સાથે જેતપુર તાલુકા પોલીસે દબોચી લીધા હતા.

જુગારના દરોડાની વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસ મથકના એએસઆઇ બી.એચ.માલીવાડ તથા કોન્સ્ટેબલ રાજુભાઇ મકવાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે તાલુકા પોલીસ પી.આઇ.ટી.વી.જાની સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, ભુપેન્દ્રભાઇ મોરી, મનસુખભાઇ રંગપરા, રાજુભાઇ મકવાણા, પ્રદિપભાઇ આગરીયા, ચેતનભાઇ ઠાકરો, રાધીકાબેન મોરી, ભાવનાબેન હિરપરાને સાથે રાખી ચાંપરાજપુર ગામે બાતમીના આધારે રેડ કરતા જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા,બાધા બચુભાઇ લાલુ (રહે. રબારીકા),જીતુ આલીંગભાઇ હુંબલ (અમરનગર) હરસુખ ગટુભાઇ ચાંક યોગી રામકુભાઇ
કોટીલા,દિલુ ધોસાભાઇ માંજરીયા અરવિંદ જીણાભાઇ નદાણીયા રમેશ મુળજીભાઇ ખાચરીયા, પ્રવિણ ગોકળભાઇ વઘાસીયા, પંકજ પરસોતમભાઇ સાવલીયા, નિલેષ નાનુભાઇ વણઝરા, (રહે. તમામ જેતપુર) ને રોકડા રૂા.૧૧,૧પ૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related posts

જામનગર : જામનગર ના સ્લમ વિસ્તારમાં હળાહળ કળિયુગ ની યાદ અપાવતો ચકચારી કિસ્સો

cradmin

Ministry : જામનગરના શ્રી પૂનમબેન માડમ દ્વારા ૩૦૦૦ થી વધુ ગરબીઓની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

samaysandeshnews

ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ની રાજ્ય કારોબારી મીટીંગ મળી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!