જેતપુર તાલુકાના જેતલસર ગામની સીમમાં એક વાડી માલીક નાલ ઉઘરાવી જુગારની અખાડો ચલાવતો હોવાની બાતમીને આધારે રાજકોટ એલસીબીએ રેઇડ કરી છ જુગારીઓને ૧,૦૫,૦૦૦ રૂપિયા રોકડા સાથે કુલ ૧,૪૦,૫૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા હતાં.
જેતલસર ગામ અને જેતલસર જંકશન ગામ વચ્ચે વાડી ધરાવતા રસીકભાઈ ઠૂંમર પોતાની વાડીએ બહારથી માણસો બોલાવી તેની પાસેથી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની એલસીબીના દિવ્યેશભાઇ સુવાને ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ રસીકભાઈની વાડીમાં જુગાર અંગેની રેડ કરતી તીનપતીનો જુગાર રમતા ભીખુભાઈ મેરામભાઇ ખાચર (રહે ડોબરીયા વાડી), કલ્પેશ પ્રવિણભાઇ સાવલીયા (રહે બોરડી સમઢીયાળા), દિનેશ ધનજીભાઇ વાલાણી (રહે વેકરીયા નગર), દિલીપભાઈ અનંતરાય છાંટબાર (રહે નીલકંઠ પાર્ક), રમેશચંદ્ર નેભનદાસ નથવાણી (રહે ભગવતી હાઇટસ) તથા વાડી માલીક રસીકભાઈ ઠુંમરને રોકડા રૂપિયા ૧,૦૫ લાખ, છ મોબાઇલ કિંમત રૂપિયા ૩૫,૫૦૦ મળી કુલ રૂપિયા ૧,૪૦,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી તાલુકા પોલીસને હવાલે કર્યા હતાં.