જેતપુરમાં કેનાલમાંથી અજાણ્યા આધેડની લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામેલ છે. જે અંગે પોલીસે તપાસ શરુ કરી છે.
આ બનાવ બાબતે મળતી વિગતો એવા પ્રકારની છે કે જેતપુરના દાસીજીવણપરા વિસ્તાર પાસેથી પસાર થતી ભાદર કેનાલમાં આજે સવારના ગાંડુંભાઈ મકવાણા નામના 70 વર્ષના વયના આધેડની લાશ જોવા મળતા લોકો દ્વારા આ અંગે સ્થાનિકોએ નગરપાલિકા જાણ કરવામાં આવેલ હતી.
આ બનાવ અંગે સીટી પોલીસ અને નગરપાલિકાના ફાયરબ્રિગેડને જાણ કરાતા પોલીસ કર્મચારીઓના કાફલા અને ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે દોડી આવી કેનાલમાંથી આધેડની લાશને બહાર કાઢી પીએમ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે મોકલેલ હતી. આ બનાવમાં ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.