સુરત શહેરની લેન્સર્સ આર્મી સ્કૂલમાં સ્થિત “ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમી” એ તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ લોકોમાં શૂટિંગની રમત વિશે જાગૃતિ લાવવા માટે “ખેલો શૂટિંગ” નામનો પ્રોજેક્ટ શરુ કર્યું હતો જેમાં શૂટિંગની રમત સાથે સંકળાયેલી તમામ સાધનસામગ્રીનું લોકોની સમક્ષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સાથે-સાથે નાના બાળકોથી માંડીને મોટા વડીલો શૂટિંગની આ રમતમાં જોડાઈને કેવી રીતે આગળ વધી શકે છે તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ભારત દેશમાં સૌપ્રથમ યોજાયેલા શૂટિંગ સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં અંદાજિત ૫૦૦ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને શૂટિંગની રમત વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી.”ખેલો શૂટિંગ” પ્રોજેક્ટમાં માનનીય ડો.પ્રફુલભાઇ શિરોયા (સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ) , મનહરભાઈ સાસપરા ( ચેરમેન યુરો ફ્રેશ ફૂડ્સ લિમિટેડ) , ડૉ.દીપકભાઈ રાજ્યગુરુ (પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત) , મથુરદાસ કનેરીયા ( નિવૃત DYSP ) , હિમાંશુસિંહ રાઊલજી (કોર્પોરેટર – વેસુ વિસ્તાર) , કૈલાસબેન સોલંકી (કોર્પોરેટર – વેસુ વિસ્તાર) , જયરાજકુંવરબા સોલંકી (પ્રદેશ કારોબારી આમંત્રિક સભ્ય ભાજપ) , આરતીબેન ઠાકોર (વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સુરત જિલ્લા મહિલા મંડળ ભાજપ), શંકરલાલ ચેવલી (પૂર્વ ડેપ્યુટી મેયર) વિગેરે જેવા મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીના હોદેદ્દાર વિમલ રાજ્યગુરુ (ફાઉન્ડર ઓફ એકેડમી) , દિવ્યેશ ગેડીયા (ડિરેક્ટર / હેડ કોચ) તેમજ સાઈ ચેવલી (એકેડમિક કોચ) નું કહેવું છે કે શૂટિંગની વિશ્વવિખ્યાત રમત વિશે લોકોને જાણકારી પુરી પાડવાના હેતુથી તેમણે ખેલો શૂટીંગ પ્રોજેક્ટની શરૂઆત કરી છે અને આવનારા દિવસોમાં તે ખેલો શૂટિંગના બીજા પ્રોજેક્ટ પણ કરશે.
આ કાર્યક્રમમાં સમય સંદેશ ન્યૂઝના સહ તંત્રી રાજેશભાઈ રાઠોડ તથા એમ.ડી.ઇંદ્રજીતસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમની મુલાકાત લીધી હતી, અને સમય સંદેશ ન્યૂઝને ખાસ એવોડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.