ધંધૂકાના વાગડ ગામની સીમમાં સગીરા પર દુષ્કર્મ
પીડિતાના પિતાએ યુવક વિરુદ્ધ ફરિયાદ
પોલીસે ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકોમાં દબોચ્યો
ધંધૂકા તાલુકાના વાગડ ગામની સીમના ખેતરમાં સગીરા પર દુષ્કર્મ આચરવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી.
વાગડના યુવકે સગીરાને ખેતીનો હિસાબ લેવાના બહાને બોલાવી ખેતરની ઓરડીમાં બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યુ હતુ.બનાવ સંદર્ભે પીડિતાના પિતાએ ધંધૂકા પોલીસ મથકમાં ગોપાલ બળદેવસિંહ ચુડાસમા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વાગડની સીમમાં ગત 7મી માર્ચે સાંજે 14 વર્ષિય સગીરાને ખેતમજુરીના હિસાબ લઇ જવાના બહાને પોતાના ખેતરે બોલાવી ગોપાલે સગીરાને બળજબરીપુર્વક ખેતરમાં રહેલી ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટના સંદર્ભે પીડિત સગીરાના પિતાએ ધંધૂકા પોલીસ મથકમાં તા. 9મીએ મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ મુજબ ગોપાલે પોતાના ખેતરમાં ખેતમજુરી કરતી સગીરાને બદઇરાદાથી પોતાના ખેતરે ખેત મજુરીનો હિસાબ લેવાના બહાને બોલાવી હતી.સગીરા ખેતરે પહોંચતા જ યુવકે સગીરાને બળજબરીપુર્વક ખેતરની ઓરડીમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ પિતાને વાત કરતા તા.9મીએ પીડિતા સાથે ધંધૂકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને જયાં આરોપી ગોપાલ વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સંદર્ભે પીઆઇએે આરોપી વિરૂધ્ધ પોસ્કો, એટ્રોસીટી અને 376(3)ની કલમો સાથે ફરિયાદ દાખલ કરી હતી.પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવી દુષ્કર્મ આચરી નાસી છુટેલા આરોપીને દબોચી લીધો હતો. પીડિતાને મેડીકલ તપાસ અર્થે અમદાવાદ મોકલવામાં આવી હતી.
આકરી સજાની માગ
વાગડ દુષ્કર્મ કેસમાં ફરિયાદીએ જણાવ્યુ કે, મારી કુમળી 14 વર્ષની દિકરીને ખેતમજુરીના હિસાબના બહાને બોલાવી તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરે અને ઝડપથી ન્યાય મળે અને આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી કાર્યવાહી શરૂ કરવા માંગ કરી હતી.
પોલીસ શું કહે છે
દુષ્કર્મ કેસમાં ધંધૂકા પીઆઇ આર.જી.ખાંટે જણાવ્યુ કે,વાગડની સીમમાં સગીરા પર દુષ્કર્મ બાબતે પીડિતા પિતાએ આવીને ફરિયાદ નોંધાવતા ફરાર આરોપીને ઝડપી લેવા માટે વિવિધ ટીમ રવાના કરાઈ હતી અને ટુંકસમયમાં પોલીસે આરોપી ગોપાલ ચુડાસમાને રાઉન્ડઅપ કરી લીધો હતો. તેમજ કોરોના ટેસ્ટ બાદ તેની અટકાયત કરાશે.