ધોરાજી માનવ સેવા યુવક મંડળ ને ૨૭મું ચક્ષુદાન મળ્યું.
ધોરાજી ના ગીરજાબેન શંન્તુપ્રસાદ લહેર નું દુ :ખદ અવસાન થતા પરીવારજનોએ માનવ ને ચક્ષુદાન અંગે જાણકારી
ધોરાજી માં આવેલ સરકારી હોસ્પિટલ કમ્પાઉન્ડ ખાતે આવેલ માનવ સેવા યુવક મંડળ દ્વારા અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માં આવે છે.
અને ગઈ રાત્રે ગીરજાબેન લહેરુનું દુ: ખદ અવસાન થતા તેમના પુત્ર દિનેશભાઈ લહેરુ દ્વારા માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને જાણ કરતા ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ડૉ. જયેશ વસેટિયન ને ડૉ. ગૌરવ હાપલીયા દ્વારા ચક્ષુદાન અંગે કાર્યવાહી હાથ ધરેલ હતી આ તકે હિતેષભાઈ લહેરુ ચંદુભાઈ પટેલ એડવોકેટ, ભરતભાઈ વ્યાસ, વિસાલ સિધવ, રાજુભાઈ પાડલીયા, ઉમેશભાઈ સુખડીયા, નિલેશભાઈ સજીયા, અને હોસ્પિટલ સ્ટાફ હાજર રહેલ અને ચક્ષુઓને માનવસેવા યુવક મંડળ દ્વારા રાજકોટ જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે પહોંચાડાયા હતા અને માનવ સેવા યુવક દ્વારા ૨૭મું આ ચક્ષુદાન મળેલ હતું.અને માનવસેવા યુવક મંડળ દ્વારા ચક્ષુદાન કરેલ પરિવાર ની સેવા ઓને બિરદાવી હતી.