નરસિંહ મહેતા સરોવરના કાંઠા પાસે મોડી રાતે બની આગની ઘટના,સરોવર પાસે આવેલ દરગાહની દીવાલ ના પાછળ આગ ભભૂકી ઉઠી,
વીઓ:-
મોડી રાત્રે નરસિંહ મહેતા સરોવરના કાંઠા પાસે આગની ઘટના બની હતી,આગની ઘટનાની ફાયર વિભાગને જાણ કરાઈ હતી ,ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવા ના પ્રયત્નો કર્યા હતા,આગ બુઝાવવામાં જૂનાગઢ મનપાનો ફાયર વિભાગ નિષ્ફળ સાબિત થયો હતો .જોકે દરગાહ પાસે આવેલા ખેતરમાં આગ લાગ્યા હોવાથી ફાયર વિભાગને આગ બુઝાવવાની જગ્યા ના મળી હતી. આખેતરમાં આગ લાગવાથી કોઇ જાનહાનિ નહીં, પરંતુ ક્યાંક મોટી ઘટના બને તો શું ફાયર વિભાગ આ જ રીતના રહેશે નિષ્ફળ??? એવા પણ સવાલો ઉથી રહ્યા છે બીજી તરફ મનપાના ફાયર વિભાગ પાસે નથી પુરતા સાધનો તેવો સ્થાનિકોનો
આક્ષેપ કરી રહ્યા છે.અને
દોઢ કલાક સુધી ફાયર વિભાગ આગને ન બુઝાવી સક્યું હતું.અને કુદરતી રીતે જ આગ ઠરી જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.જો આ સામાન્ય આગ ન બુઝી જૂનાગઢ મનપા ના ફાયર વિભાગથી તો કોઈ મોટી ઘટના બને તો શું આ જ રીતે નિષ્ફળ રહેશે જૂનાગઢ મનપાનો ફાયર વિભાગ તેવા સળગતા સવાલો???…