Samay Sandesh News
ગુજરાતજામનગર

નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાઈએસ્ટ ટેસ્ટીંગ બદલ જી.જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

તાજેતરમાં જામનગરની એ.મ.પી.શાહ મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ગાયનેક વિભાગને H.I.V.નો ફેલાવો અટકે તેમજ માતા દ્વારા નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાયર ટેસ્ટીંગ બદલ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

આ અંગે ગાયનેક વિભાગના વડા ડો. નલીની આનંદે જણાવ્યું હતુ કે જી.જી. હોસ્પિટલમાં પ્રસુતી કરાવવા આવતા દરેક મહિલા દર્દીઓના H.I.V. ટેસ્ટમાં સમગ્ર રાજ્યમાં જામનગરે પ્રથમ ક્રમાક મેળવ્યો છે. માતાથી બાળકમાં H.I.V. નો ચેપ ન પ્રસરે તે માટે G.S.A.C. દ્વારા ચાલતા P.P.T.C.T. પ્રોગ્રામ અંતર્ગત રાજ્યની તમામ મેડીકલ કોલેજમાં જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને વર્લ્ડ એઈડસ દિવસ અંતર્ગત રાજકોટ ખાતે HIGHEST H.I.V. TESTING LOAD IN MAMTA CLINIC એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આ માટે ડો. નલીની આનંદે સ્ત્રીરોગ અને પ્રસુતી વિભાગના લેબ ટેકનીશીયન, કાઉન્સિલર, રેસીડ્ન્ટ ડોકટર્સ, માઇક્રોબાયોલોજી વિભાગ વગેરેનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

અમરેલી જિલ્લાની 33 ખાનગી શાળાઓમાં બાળકોએ ન લીધો પ્રવેશ, તગડી ફીના કારણે વાલીઓનો નિર્ણય

cradmin

Crime: સુરતમાં મોજશોખ પુરા કરવાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ

cradmin

રાજકોટ જિલ્લા ના ધોરાજી ગામમાં વરસાદ ને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા ખબડા પડી જવાને કારણે લોકો ત્રાહિમામ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!