- મુદામાલ કબજે કરી ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.સી. એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ હાથ ધરી હતી.
જૂનાગઢ રેન્જનાં નાયબપોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા માદક પદાર્થો ( એન.ડી.પી.એસ. ) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ હોય જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ કરવા એસ.ઓ.જી.જૂનાગઢના પી.આઈ એ.એમ.ગોહિલ તથા પીએસઆઈ જે.એમ વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હતા. જેને ધ્યાને લેતા એ.એસ.આઇ. પુંજાભાઇ મેરખીભાઇ, પો.હેડ કોન્સ અનિરૂધ્ધભાઇ,પો.હેડ કોન્સ મહેન્દ્ર ભાઇ ડેરને ખાનગીરાહે ચોક્ક્સ બાતમી મળી કે વેરાવળનો રહેવાસી આદિલ અનવર શેખ કે જેમણે લાલ કલરનું ટી – શર્ટ તથા લીલા કલરનું પેન્ટ પહેરેલ છે
જે સિલ્વર કલરની મો.સા. નં . GJ – 32 – H – 7489 પર ડ્રગ્સનો જથ્થો લઇ વેરાવળ થી ગડુ તરફ સાંજના આશરે સાતેક વાગ્યે આવનાર છે.જે ચોકકસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ વેરાવળ – ગડુ નેશનલ હાઇવે , વિસણ વેલના રસ્તા ઉપર વોચ રાખી. ઇસમ આવતા તેમને કોર્ડન કરી તેમની ઝડતી કરતા આ ઇસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૧૩.૮૧ ગ્રામ જેની કિ.રૂ .૧,૩૮,૧૦૦ / – તથા મોબાઇલ નંગ -૧ કિ.રૂ. ૫૦૦૦ / – તથા રોકડ રૂ .૫૦૦ / – તથા મો.સા. નંગ -૧ કિ.રૂ. ૪૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૧,૮૩,૬૦૦ / -નો નોમુદ્દામાલ મળી આવેલ જે મુદામાલ કબજે કરી ચોરવાડ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.સી. એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ હાથ ધરી હતી.
જેમાં આરોપીન આદિલ અનવરભાઇ શેખ ઉ.વ .૨૦ ધંધો.મચ્છીનો રહે . વેરાવળ વારાને , પકડી પાડયો હતો અને મુંબઈ નો અફાનભાઇ મુંબઇ વારા પકડવા ચક્રોગતિમાન કર્યા હતા આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીની વિગતઃ આ કામગીરીમાંએસ.ઓ.જી.ના પો.ઇન્સ . એ.એમ.ગોહિલ તથા એ.એસ.આઇ પુંજાભાઇ ભારાઇ , સામતભાઇ બારીયા , તથા હેડ કોન્સ મહેન્દ્રભાઇ ડેર અનિરૂધ્ધસિંહ વાંક , બાબુભાઇ કોડીયાતર , જયેશભાઇ બકોત્રા તથા પો.કોન્સ , ધર્મેશભાઇ વાઢેળ , વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો .