Samay Sandesh News
ગુજરાતપાટણ

નાયતા બ્રીજ પરથી ૨૫ ટનથી વધુ વજનના ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી

માર્ગ અને મકાન વિભાગના ઈન્સ્પેક્શન રિપોર્ટ અને દરખાસ્તના પગલે જાહેરનામું પ્રસિદ્ધ કરી વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા હુકમ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાવવામાં આવેલી રૂબરૂ ચકાસણી સંદર્ભે ઈન્સ્પેક્શન રિપોર્ટમાં મળેલ સુચનો મુજબ નાયતા બ્રીજ જર્જરીત અને જોખમી હોવાથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય તે માટે જાહેર હિતમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તાત્કાલિક અસરથી ૨૫ ટનથી વધુ વજનના ભારે વાહન આ બ્રીજ ઉપરથી પસાર થવા પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યો છે.

કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, પાટણની કચેરી હસ્તકના શિહોરી-પાટણ રોડ કિ.મી.૯/૪૬૦ થી ૩૪/૦૦ (રાજ્ય ધોરી માર્ગ-૧૩૦) પર કિ.મી.૨૦/૮૦૦ થી ૨૧/૦૦ પર આવેલ મેજર બ્રીજ (નાયતા બ્રીજ)નું આલેખન વિભાગ માર્ગ અને મકાન વર્તુળ દ્વારા તા.૦૩/૦૪/૨૦૨૧ના રોજ રૂબરૂ ચકાસણી કરવામાં આવેલ. જે મુજબ આલેખન વિભાગ દ્વારા તેઓની કચેરીએ મળેલ ઈન્સ્પેક્શન રીપોર્ટમાં મળેલ સૂચનો દ્વારા સદર બ્રીજ જર્જરીત અને જોખમી માલુમ પડેલ હોઈ, સદર બ્રીજ પરથી પસાર થતાં ૨૫ ટનથી વધુ વજનના (કુલ વજન) ભારે વાહનોની અવર જવર પ્રતિબંધિત કરવા સૂચવવામાં આવ્યું હતું

માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલી દરખાસ્તના પગલે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી)થી મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના શિહોરી- પાટણ રોડ કિ.મી.૯/૪૬૦ થી ૩૪/૦૦ (રા.ધો.મા.-૧૩૦)પર કિ.મી.૨૦/૮૦૦ થી ૨૧/૦૦ પર આવેલ મેજર બ્રીજ (નાયતા બ્રીજ) જર્જરીત અને જોખમી માલુમ પડેલ હોઈ, સદર બ્રીજ પરથી ૨૫ ટનથી વધુ વજનના (કુલ વજન) ભારે વાહનોની અવર જવર પ્રતિબંધિત રહેશે તેમ ફરમાવવામાં આવ્યું છે.

તેમજ આવા ભારે વાહનોએ હાલના હયાત રૂટ (૧) મેલુસણ- નાયતા- કાંસા- શિહોરી ત્રણ રસ્તા – પાટણને બદલે વૈકલ્પિક રૂટ મેલુસણ- ધનાસરા- કાનોસણ- એદલા-વાગડોદ- ડીસા હાઈવેથી વડુ થઈ શિહોરી ત્રણ રસ્તા- પાટણ તરફ ડાયવર્ટ કરવા તેમજ હયાત રૂટ (૨) કંબોઈ- મેલુસણ- નાયતા- કાંસા- શિહોરી ત્રણ રસ્તા – પાટણને બદલે વૈકલ્પિક રૂટ (૧) કંબોઈ- દુદાસણ- ઉંદરા- સાંપ્રા- સરીયદ- સરીયદ-કાંસા શિહોરી ત્રણ રસ્તા પાટણ અને વૈકલ્પિક રૂટ (૨) કંબોઈ- રાનેર- સમૌ- ભાટસણ- વાગડોદ- વડુ- શિહોરી ત્રણ રસ્તા – પાટણ તરફથી અવર – જવર કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા.૧૧.૧૦.૨૦૨૧ થી તા. ૧૦.૧૦.૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૧ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

Related posts

છોટીકાશી થી પ્રસિદ્ધ થતું જામનગર શહેર માં અનેક તહેવારો ની ઉજવણી

samaysandeshnews

જામનગરમાં ફ્લાયઓવરબ્રિજ ના કામ દરમિયાન દુર્ઘટના ઘટી…

samaysandeshnews

ટંકારા ના સ્થાનિક આગેવાનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!