પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી નવજોતસિંઘ સિદ્ધુ એ રાજીનામું આપી દિધું છે અને પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ જેપી નડ્ડા-અમિત શાહને મળીને ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે નવજોતસિંહ સિદ્ધએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપી દિધુ. તેમણે કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામું આપ્યું છે.
પંજાબમાં મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીની નવી રાજ્ય સરકાર અસ્તિત્વમાં આવી ગઈ હોવા છતા, પંજાબના રાજકારણમાં ગરમાવો યથાવત છે. પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. જો કે કેપ્ટને છેલ્લે સ્પષ્ટતા કરી છે કે, તેઓ અંગત કામ અર્થે દિલ્લી આવ્યા છે. આ દરમિયાન પંજાબ કોંગ્રેસમાં વધુ ભંગાણ પાડતા અટકાવવા માટે, પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ, કોંગ્રેસ હાઈકમાન્ડને તેમનુ રાજીનામુ સોપી દીધું છે.