Samay Sandesh News
ગુજરાતજામનગર

પાંચ ઘરફોડ ચોરીના ગુનામા નાસતો ફરતો આરોપી ઝડપાયો

વર્ષ ૨૦૦૯ માં જામજોધપુર વિસ્તારમાં થયેલ પાંચ ઘરફોડ ચોરીના ગુનામા છેલ્લા ૧૨ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા ઘરફોડ કરતી ગેંગના મુખ્ય આરોપીને જુનાગઢ ના કેવદ્રા ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડ

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન સાહેબ તથા I / C પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ . શ્રી એસ.એસ. નિનામા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો / નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ , રણજીતસિંહ પરમાર તથા અરવિંદભાઇ ગોસાઇ નાઓને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના જામજોધપુર પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૦૯ / ૦૯ , તથા ૧૦/૦૯ , ૧૭ / ૦૯,૨૫ / ૦૯ તથા ૨૬/૦૯ વિ . ઈ.પી.કો. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ વિ.મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી પાંગળાભાઇ ભીમાભાઇ બીલવાલ ઉ.વ ૪૦ ધંધો -ખેતમજુરી રહેવાસી- રહે ખારવા ગામ તા.ગરબાડા જી.દાહોદ વાળો હાલ જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના કેવદ્રા ગામના પાટીયા પાસે રહેતો હોવાની બાતમી હકીકત આધારે સદરહુ હકિકત વાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે જામજોધપુર પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા પો . હેડ કોન્સ . લખધીરસિંહ એમ.જાડેજા , ગજેન્દ્રસિંહ જાડેજા , સુરેન્દ્રસિંહ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , નિર્મળસિંહ જાડેજા , સલીમભાઇ નોયડા , કાસમભાઈ બ્લોચ , ભરતભાઇ ડાંગર , રાજેશભાઈ સુવા , મહિપાલભાઇ સાદિયા તથા પો.કોન્સ . ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેડ કોન્સ.મેહુલભાઇ ગઢવી તથા અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી. ના હેડ કોન્સ . નિર્મળસિંહ એસ , જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્રારા કરવામાં આવેલ છે

Related posts

Crime: ભ્રષ્ટાચાર ના ભોરિંગ સામે લાલ આંખ કરતા કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા

samaysandeshnews

ધાર્મિક: શું તમે જાણો છો કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ

cradmin

ધાડ સાથે લૂંટ કરવાના ઇરાદે પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરતા છ ઈસમો ને પકડી પાડી ગંભીર પ્રકારના ગુન્હો બનતો અટકાવતી શાપર વેરાવળ પોલીસ.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!