- બનાસકાંઠામાં પાણીની સમસ્યાને લઇને ખેડૂતો ની મહા રેલી.
મલાણા તળાવ ભરવાની માંગ સાથે ફરી એકવાર ખેડૂતો રસ્તા ઉપર,મલાણા તળાવ ભરવાની માંગને લઇને ખેડૂતો સાથે મહિલાઓ પણ જોડાઇ આંદોલનમાં.બે હજારથી વધુ મહિલાઓ જોડાઈ રેલીમાં,પાણી નહીં તો વોટ નહીં. તેમજ ચૂંટણી બહિષ્કાર સહિતના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ પાણી માટે મેદાનમાં,મહિલા તેમજ પુરુષ ખેડૂતો પાલનપુરના બિહારી બાગ થી કલેકટર ઓફિસ બે કિલોમીટર સુધી પગપાળા રેલી,5 હજાર થી વધુ મહિલા તેમજ પુરુષ ખેડૂતો રેલી માં જોડાયા .
છેલ્લા કેટલાય મહિનાઓથી મલાણા તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતો કરી રહ્યાં છે આંદોલન,છેલ્લા બે મહિનામાં ત્રીજી વાર થઈ રહ્યું છે આંદોલન,થોડા દિવસ પહેલા પાંચ હજારથી વધુ ખેડૂતોએ તળાવ ભરવાની માંગ સાથે આપ્યું હતું આવેદનપત્ર,બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર વડગામ ધાનેરા દાંતીવાડા અમીરગઢ તાલુકામાં પાણી માટેની ગંભીર સમસ્યા.