Samay Sandesh News
ક્રાઇમગુજરાતમોરબી

મયુરનગરની પરિણિતાને દહેજના દુષણે મરવા મજબૂર કરનાર પતિ સહિત સાસુ સસરા સામે ગુનો દાખલ

પરિણિતાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં પરિણિતાના પિતાએ ફરિયાદ નોંધાવી.દહેજના દુષણોના કારણે અનેક પરિવારોના માળા વિખેરાઈ ગયાં છે અને સંતાનો માતા કે પિતાની છત્રછાયા ગુમાવી દેતાં હોય છે ત્યારે આવીજ ઘટના હળવદના મયુરનગરમા સામે આવી છે જેમાં પરિણિતાએ સાસુ સસરા તેમજ ભરથારના મહેણાં ટોણાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આયખું ટુંકાવી દીધું હતું જેમાં ત્રણ દિવસ પહેલા બનેલા બનાવમાં આજે પરિણિતાના પિતાએ હળવદ પોલીસ મથકે દહેજના દુષણ તેમજ માનસિક ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાની પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે પોલીસે દ્વારા જુદી જુદી દીશામાં તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મયુરનગરમા ઘરમા પરિણિતા સરોજબેન નિકુલભાઈએ ગળેફાંસો ખાઈ લેતાં આજે પરિણિતાના પિતા માવજીભાઈ મુળજીભાઈએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે અને જણાવ્યું હતું કે તેની દીકરી સરોજના ચાર વર્ષ પહેલાં મયુરનગરના નિકુલભાઈ હીરજીભાઈ સાથે થયા હતા અને અવારનવાર સાસુ વસંતબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈ દહેજના કારણે મહેણાં ટોણા મારતા હતાં જેથી કરીને સરોજને લાગી આવતા તેને સાસરામાં મયુરનગર ખાતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે અને આ બનાવમાં પરિણિતાને દોઢેક વર્ષનુ સંતાન માતાની છત્રછાયા ગુમાવી દીધી છે જ્યારે આજે પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે મયુરનગરની પરિણિતાએ આપધાત 7/2ના રોજ કર્યો હતો અને દોઢેક વર્ષનુ સંતાન હોય ત્યારે દહેજના મહેણાં ટોણાના લીધે આત્મહત્યા કરવા મજબૂર કરનારા જમાઈ,સાસુ અને સસરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે કુમળાં બાળકનું શું થશે હાલતો બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

Related posts

રાજકોટ : ફરી એકવાર ગુજરાતમાં માદક પદાર્થ ઘુસાડવાનુ માફીયાઓનુ ષડયંત્ર નિષ્ફળ

cradmin

હળવદની ખાનગી હોસ્પિટલમાં ગતરાત્રીના વિચિત્ર બાળકનો જન્મ

samaysandeshnews

શ્રી દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા ઝોન સમાજની 37મી કારોબારી સભા ફોન્ડા-ગોવા મુકામે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!