મહાનગરપાલિકા દ્વારા શહેરી જનોને આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર ઘર નજીક મળી રહે તેવા હેતુ થી આજરોજ શહેરના વોર્ડ નં .૧ માં માર્કેટિંગ યાર્ડ પાસે, વોર્ડ નં .૫ માં ઝાંઝરડા ગામ ખાતે તેમજ વોર્ડ નં .૯ માં નાકોડા ભવનાથ તળેટી રોડ ખાતે પંડિત દિન દયાળ ઔષધાલયનો પ્રારંભ કરવામાં આવ્યો.
જેમાં આ કલીનીકનો કામકાજનો સમય સાંજ નાં ૫ થી ૯ નો રહેશે.આ તકે માન.મેયર ધીરુભાઈ ગોહેલ , પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમસેટ્ટી , ડે.મેયર હિમાંશુ ભાઈ પંડયા, સ્થાયી સમિતિના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા , કોર્પોરેટરશ્રી જયેશભાઈ ધોરાજીયા, મેડીકલ ઓફિસર ડો.રવિ ડેડાણીયા તેમજ શહેરી જનો ઉપસ્થિત રહ્યા હતા .