Samay Sandesh News
ગુજરાત

માળિયા નજીક બેઠો પુલ જોખમી બન્યો રીક્ષા ખાબકી

માળિયા નજીક આવેલ બેઠો પુલ અકસ્માત ઝોન સમાન બની ગયો છે જેમાં એક ઇકો કાર ખાબકતા કારમાં સવાર વૃધ્ધાનું મોત થયું હતું તો વધુ એક અકસ્માત આજે સર્જાયો હતો જેમાં મુસાફર ભરેલી રીક્ષા નદીમાં ખાબકી હતી જોકે સ્થાનિકોએ તમામ લોકોને બચાવી લીધા હતા જેથી કોઈ જાનહાની થવા પામી નથી

માળિયા નજીક આવેલ નદી પરનો બેઠો પુલ જોખમી બની ગયો છે મચ્છુ ૩ ડેમનું પાણી પુલના કામને પગલે ખાલી કરવામાં આવ્યું છે જેથી મચ્છુ નદીમાં પાણીનો પ્રવાહ વધી જવા પામ્યો છે જેના પગલે માળિયા નજીક આવેલ બેઠો પુલ જોખમી બની રહ્યો છે માળિયા શહેરથી હાઈવે સુધીના ત્રણ કિલોમીટર રોડની હાલત બિસ્માર હોવાથી નાગરિકોને નદીના બેઠા પુલ પરથી પસાર થવું પડે છે અને હાલ પાણી વધુ હોવાથી બેઠા પુલ પરથી પસાર થવું પણ જોખમી છે

ત્યારે આજે એક મુસાફર ભરેલી રીક્ષા પાણીમાં ખાબકી હતી નદીમાં રીક્ષા ખાબક્યાની જાણ થતા તુરંત સ્થાનિકો દોડી ગયા હતા અને મુસાફરો તેમજ રીક્ષા ચાલકને બચાવી લીધા હતા આમ ઇકો કાર બાદ હવે રીક્ષા નદીમાં ખાબકતા આજે મોટી દુર્ઘટના સહજમાં ટળી

Related posts

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા કિર્તીસિંહ વાઘેલાનો સન્માન સમારોહ યોજાયો

samaysandeshnews

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની

samaysandeshnews

Election: મતદાન જાગૃતિ હેતુ શહેરના વિવિધ સ્થળોએ સિગ્નેચર બોર્ડ તથા સેલ્ફી પોઈન્ટ મુકવામાં આવ્યા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!