જે.પી જાડેજા અને રાજપૂત કરણી સેનાએ જૂનાગઢમાં રા ‘નવઘણ ની પ્રતિમાનું સ્થાપન કરવા માટે કરણી સેનાએ રજૂઆત
બે દિવસથી જૂનાગઢ ભવનાથ ખાતે શિવરાત્રી મેળાની શરૂઆત થઈ છે ત્યારે ભજન ભોજન અને ભક્તિ નો મેળાનો આનંદ લેવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે ત્યારે મેળાના પ્રથમ દિવસે રાજપૂત કરણી સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા પોતાની ટીમ સાથે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમણે મેયર , સ્ટે. કમિટી ચેરમેન ની મુલાકાત લઇ જુનાગઢ હજુ પણ પશ્ચાત્ય સંસ્કૃતિ થી પર છે ત્યારે જૂનાગઢ પોતાનો ઇતિહાસ જાળવી રાખે તે માટે કરણી સેના દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ માં જૂનાગઢના રાજવી રાં’ નવઘણ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવે તો આ સંસ્કૃતિ હજુ પણ સારી રીતે જળવાઈ રહેશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મનપા પદાધિકારીઓ સાથે ની મુલાકાત પછી રાજપૂત કરણી સેના મુચકુંદ ગુફાની મુલાકાતે પહોંચી હતી. જ્યાં તેમણે 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગિરિ મહારાજ સાથે મુલાકાત કરી મુજકુંદ મહાદેવના દર્શન કરી વિશ્વ શાંતિ માટે પૂજા અર્ચના કરી હતી. અને મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગિરિ મહારાજે પણ જે.પી.જાડેજા સાથે વાતો કરતા જણાવ્યું કે ક્ષત્રિય હંમેશા ધર્મને કાજે પ્રજાની રક્ષા કાજે લડતા આવ્યા છે.. કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના માત્ર હિન્દુ રાષ્ટ્રને સુરક્ષિત રાખવા ક્ષત્રિયોનો હમેશાં ભારત માટે સમર્પિત રહ્યા છે ત્યારે જે પી જાડેજા મુચકુંદ ગુફા ખાતે પધાર્યા ત્યારે મહામંડલેશ્વર મહિન્દ્રાનંદગિરિ મહારાજે કરણી સેનાના તમામ સભ્યોનું સાલ ઓઢાડી સન્માન વકર્યું હતું અને હંમેશા રાષ્ટ્રધર્મ માટે કામ કરતા રહો એવા આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારે બીજી તરફ માટે યુવાનો પણ સન્યાસ તરફ વળ્યા છે સનાતન ધર્મ અને હિન્દુ રાષ્ટ્રને બચાવવા માટે રાજમાંથી વૈરાગ્ય તરફ વળ્યા છે ત્યારે પંચ દશનામ જૂના અખાડાની પરંપરા મુજબ એક યુવાને દીક્ષા લીધી હતી.અને મહામંડલેશ્વર મહિન્દ્રાનંદ ગીરી મહારાજ અને સાધુ સંતોની હાજરીમાં યુવાને ભવનાથ મહાદેવને અભિષેક કરી દીક્ષા ગ્રહણ કરી હતી….