Samay Sandesh News
લાઈફ કેર

મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત વડવાજડી પ્રાથમિક શાળાની દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરાયા

તાજેતરમાં વડવાજડી ગામડાની એક સરકારી પ્રાથમિક શાળાની દીકરીઓને મેંગોપીપલ પરીવાર અને કણસાગરા કોલેજની સામાજીક કાર્યકર વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ.

મેંગોપીપલ પરીવારનાં શ્રીમતી રૂપલબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવેલ. સેનેટરી પેડ ની માહિતી મેળવી દરેક દીકરીઓના ચહેરા પર સુંદર સ્મિત આવેલ જેનો શ્રેય મેંગોપીપલ પરીવાર ને મળેલ.

મેંગોપીપલ પરીવારના શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રુપલબેન રાઠોડ, શ્રી પરેશસર સરસીયા તથા કણસાગરા કોલેજની સામાજીક કાર્યકર વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર જહેમત ઉઠવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે . સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે . ઉપરાંત સંસ્થા દ્વારા ” પ્રોજેક્ટ મુસ્કાન ” દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે . આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે શ્રી મનીષભાઈ રાઠોડ ( મો ૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે .

Related posts

ટોપ 20: કોરોના દરમિયાનના રાત્રિ કરફ્યુમાં 1 કલાકની રાહત, રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ

cradmin

હવે વોટ્સએપ પર મળશે કોરોના રસીની એપોઈન્ટમેન્ટ; જાણો કઈ રીતે મળશે એપોઇન્ટમેન્ટ !!!

samaysandeshnews

કેરળમાં કોરોના કેસોનો રાફડો ફાટતા લગાવી દેવાયું બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન, કેન્દ્ર સરકારે શું આપી સૂચના?

cradmin

Leave a Comment

error: Content is protected !!