[ad_1]
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના ભદોહીમાંથી એક પ્રેમ પ્રકરણના કરુણ અંજામની ઘટના સામે આવી છે. રિપોર્ટ છે કે ભદોહીમાંથી એક પ્રેમી યુવક સગીરાને ભગાડીને લાવ્યો, પછી આ યુવકને મુંબઇ નજીકના કલ્યાણ વિસ્તારમાંથી ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો. થોડાક દિવસો પહેલા ઘટેલી આ ઘટનાના 10 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. સગીરા સાથે પ્રેમ કરનારા યુવકનુ નામ સાહિલ હાશમી હતુ.
મૃતક સાહિલ પોતાની પ્રેમિકાને ભદોહીથી ભગાડીને કલ્યાણ લઇને આવી ગયો હતો. કલ્યાણમાં બન્ને છુપાયલા હતા અને એક દિવસ ઉપનગરીય ટ્રેનોમાં સફર કરી રહ્યાં હતા, પરંતુ જે ટ્રેનમાં સાહિલ પોતાની પ્રેમિકાની સાથે બેઠેલો હતો, તે જ ટ્રેનમાંથી તેના પ્રેમિકાના પરિવારજનો પણ ચઢી ગયા હતા. તે છોકરીની શોધમાં ટ્રેનની અંદર આવ્યા હતા, સાહિલને જોતા જ છોકરીના ભાઇને ગુસ્સો આવી ગયો, તેને સાહિલને ટ્રેનના દરવાજામાંથી જોરથી ધક્કો માર્યો અને સાહિલ ટ્રેનમાંથી બહાર પડી ગયો હતો, આ સાથે સાહિલનુ મોત થઇ ગયુ. આ ઘટના કોપર અને દિવા સ્ટેશનની વચ્ચે થઇ. આ ઘટનાને થયે એક મહિનો વિતી ચૂક્યો છે. હવે એક મહિના બાદ ડોંબિવલીના જીઆપીએ આ પ્રકરણમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ એક યુવકને પણને પણ પકડી લીધો છે.
શું છે આખી ઘટના?
ઉત્તરપ્રદેશના ભદોહીતી સાહિલ હાશમી 18 જૂને પોતાના ગામની જ એક છોકરી ભગાડીને મુંબઇ નીકળી ગયા હતો. સાહિલ અને તેની પ્રેમિકા કઇ ટ્રેનથી, ક્યાં જઇ રહ્યાં હતા તે છોકરીના પરિવારજનોને ખબર પડી ગઇ. તે પણ એ દરમિયાન મુંબઇ નજીકના અંબરનાથ વિસ્તારમાં આવીને રોકાયા. ખરેખરમાં છોકરીના કેટલાક સંબંધીઓ અંબરનાથ વિસ્તારમાંજ રહે છે. 19 જૂને અંબરનાથી છોકરીના કેટલાક સંબંધીઓ કલ્યાણ પહોંચ્યા.
છોકરાનો ભાઇ કાસિમ અને બે અન્ય યુવક ટ્રેનમાં ચઢી ગયા, ટ્રેન શરૂ થતાં જ છોકરીનો ભાઇ સાહિલની સાથે પોતાની બહેનને જોતા જ ગુસ્સે ભરાઇ ગયો. ચાલુ ટ્રેને સાહિલ અને તેની પ્રેમિકાના સંબંધીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો. આ ઝઘડામાં છોકરાની ભાઇએ સાહિલને જોરથી ધક્કો મારી દીધો. સાહિલ નીચે પડી ગયો. પોલીસે તેને હૉસ્પીટલમાં ભરતી કરાવ્યો, પાંચ દિવસ તે હૉસ્પીટલમાં ભરતી રહ્યો બાદમાં સારવાર દરમિયાન તેનુ મોત થઇ ગયુ.
[ad_2]
Source link