Samay Sandesh News
ગુજરાતમોરબી

રણકાંઠાની ૪ સ્કૂલોમાં ઠંડા પાણી માટે કુલર અને ફિલ્ટર લગાવાયા

રણકાંઠાની ૪ સ્કૂલોમાં ઠંડા પાણી માટે કુલર અને ફિલ્ટર લગાવાયા રોટરી અને લાયોનેસ કલબના સહયોગથી પાણીની સુવિધા

હળવદ ઉનાળાની ઋતુમાં પાણીની સમસ્યા દિવસે દિવસે વકરતી રહી છે ત્યારે હળવદ તાલુકાની માનગઢ, નવી જોગડ,જુના માલણીયાદ અને બુટવડાની સરકારી પ્રાથમિક શાળાઓના એક હજારથી વધુ બાળકોને રણ કાંઠાની અસહ્ય ગરમીમાં ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે એવા હેતુથી રોટરી ક્લબ ઓફ હળવદ અને લાયોનેશ ક્લબ ઓફ કિંગ્સ સર્કલ,મુંબઈના સંયુક્ત ઉપક્રમે દાતા ધીરજલાલ મોરારજી અજમેરા ચેરિટી ટ્રસ્ટ,મુંબઈના આર્થિક સૌજન્યથી કુલર તેમજ ફિલ્ટર ફિટ કરી આપવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર સરકારે જેમને પાણી વાલી બાઈ તરીકેનું બિરુદ આપી સન્માનિત કર્યા છે અને અત્યાર સુધીમાં એમના દ્વારા વિવિધ જગ્યાએ ૧૪૦ જેવા પરબો બનાવેલા છે એવા મયુરિકાબેન જોબાલીયાના વરદ હસ્તે ચારેય શાળાના પરબોનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરાયું હતું લાય.જ્યોતિબેન મહેતા અને રોટે. મરાજેન્દ્રસિંહ રાણાના પ્રમુખ કાર્યકાળમાં આ પ્રોજેક્ટનું આયોજન થયુ હતું.

પ્રોજેક્ટ ચેરમેન લાય.મયુરિકાબેન જોબાલિયા અને પ્રોજેક્ટ ચેરમેન રોટે. ગજેન્દ્રભાઈ મોરડીયાની જહેમતથી આ પ્રોજેક્ટ સફળ થયો હતો જેમાં ચારેય શાળાના આચાર્યો તેમજ સ્ટાફ મિત્રોનો ખૂબ સાથ સહકાર સાંપડ્યો હતો.રોટરી હળવદ દ્વારા અગાઉ ગોલાસણ, નવા કડીયાણા,રાયધરા, શાળા નંબર-૪ હળવદ , મંગળપુર, કેજીબીવી હોસ્ટેલ મેરૂપર,દરબાર નાકે, વૈજનાથ મંદિર, ટીબી હોસ્પિટલ સુરેન્દ્રનગર જેવી જગ્યાઓ ઉપર લાયોનેશ કલબ, અન્ય દાતાઓ અને મયુરીબેનના સાથ, સહકારથી પાણીના ૧૩ પરબો બનાવેલા છે.આ કાર્યક્રમમાં નરભેરામભાઈ અઘારા, જનકબેન અઘારા, સુરેશભાઈ પટેલ, મીનાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

બાલા હનુમાન મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજની 55મી પૂણ્યતિથિ: હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય સંકીર્તન યાત્રા, કલેક્ટર-એસપીએ ધ્વજારોહણ કર્યું.

cradmin

Patan: પાટણ જિલ્લા સેવા સદન ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્ય શિબિરનું આયોજન કરાયું

cradmin

પોરબંદર : લાઠ ગામે દલિત પરિવાર ને વ્હારે આવ્યા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તેમના દ્વારા પરિવારના વારસદારો ને રૂ.૧૨ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા.

cradmin

Leave a Comment

error: Content is protected !!