જન્માષ્ટમી, દેશભર માં કૃષ્ણ જન્મ ને વધવા માટે લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે, કૃષ્ણ જન્માષ્ટમી ની એક ભવ્ય શોભાયાત્રા રાજકોટ જિલ્લા ના ધોરાજી માં નીકળી હતી, આ શોભા યાત્રા માં ધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયા પણ કૃષ્ણ મય થઇ ગયા હતા, અને શોભાયાત્રા માં જોડાઈ ને મંજીરા વગાડતા જોવા મળ્યા હતા, ગત વર્ષે કોરોના ની મહામારી માં લોકડાઉન માં લોકો એ કૃષ્ણ જન્મ ઘરમાં રહી ને જ ઉજવ્યો હતો અને આ વર્ષે પણ લોકો એ કોરોના ની ગાઈડ લાઈન નું ચુસ્ત પાલન સાથે ઉજવણી કરવા માટે સરકારે છૂટછાટ આપી છે, ત્યારે ધોરાજી માં કૃષ્ણ જન્મ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, છેલ્લા 50 વર્ષ થી અહીં કૃષ્ણ જન્મ ની શોભાયાત્રા નીકળે છે જે ગત વર્ષે કોરોના ની મહામારી માં લોકડાઉન ને લઈ ને બંધ હતી જે આ વર્ષે ફરી નીકળશે, કૃષ્ણ જન્મ ને વધવા માટે ધોરાજી હરખ ઘેલું બન્યું હોય તેવું લાગી રહ્યું છે, અને શહેર ભર માં ધજા પતાકા અને શણગાર કરવામાં આવ્યો છે, ધોરાજી ની બજારો ને કૃષ્ણ જન્મ ને વધવામાં શણગારવામાં આવી છે, સાથે સાથે દરેક માહોલ અને દુકાનો ને ખાસ શણગાર કરવાં આવી રહયો છે, દુકાનો માં રંગબેરંગી પતાકા, સહીત વિવિધ શણગાર કરી ને કૃષ્ણ જન્મ ને વધાવ્યો હતો,
8 વાગે જન્માષ્ટમી મેળા ના મેદાન પાસે થી શરૂ થઇ સમગ્ર શહેર ફરી હતી, આ સાથે વિશ્વ હિન્દૂ પરિષદ ધોરાજી દ્વારા લોકો ને શોભાયાત્રા માં નહિ જોડાવવા અને દૂરથી જ દર્શન કરવા માટે અપીલ કરી હતી અને કોરોનાની સરકારી ગાઈડ લાઈન ને સંપૂર્ણ પણે પાલન કરવા નો પ્રયત્ન કર્યો હતો, શોભાયાત્રામાં મોટા જોડાયેલ ધારાસભ્ય લલિત વસોયાએ તમામ કૃષ્ણ ભક્તો ને શુભેચ્છા આપી હતી.