વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ ચૂંટણી રાજકોટ થી લડ્યા હતા અને રાજ્ય ના મુખ્યમંત્રી પદ સાંભળ્યું હતું જેના માટે રાજકોટ ભાજપ માટે સેફ સીટ માનવામાં આવે છે. રાજકોટ ભાજપ નો ગઢ હોવાનું ભાજપ અને રાજકીય ચાણકીય દાવો કરે છે ત્યારે આ દાવા ને પડકારવા આપએ પંજાબ નો વિજય ઉત્સવ રાજકોટમાં પણ ઉજવ્યો. આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી થવાની છે ત્યારે આપે વિજય તિરંગા યાત્રા કાઢી રાજકોટમાં શક્તિ પ્રદર્શન કર્યું જે રાજકોટ ના માવડી વિસ્તાર થી શરૂ કરી.
શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી હતી. આ તકે આપ નેતા ઇસુદાન ગઢવીએ સૂચક નિવેદન આપતા જણાવ્યું કે આજે નરેશ પટેલને મળવાનો કોઈ સત્તાવાર કાર્યક્રમ નથી. આમ આદમી પાર્ટી જાતિ- જ્ઞાતિથી ઉપર ઉઠીને બધાને લઈને ચાલશે. જ્ઞાતિવાદ માનસિકતા છોડી ને આમ આદમી પાર્ટી લોકો ને જોડશે. આમે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનવવા ઇચ્છીએ છીએ. કોંગ્રેસ ને અમે સિરિયસ નથી ગણતા. આ સાથે તેઓ સંકેત આપતા જણાવ્યું કે જે કોઈ આગેવાને આપમાં જોડવું હોઈ તેને જ્ઞાતિવાદી ગણિત છોડવું પડશે.