રાપર તાલુકા ના નાગપુર લોદ્નાણી મા બીએસએફ દ્વારા મેડિકલ કેમ્પ તેમજ વિધાર્થીઓ ને પુસ્તક વિતરણ કરવામાં આવ્યું
રાપર સરહદી વિસ્તાર ધરાવતા નાગડ વિસ્તાર ના રાપર તાલુકા મા બોર્ડર સિક્યોરિટી ફોર્સ ની અનેક સરહદ પર ચોકી આવેલ છે જેમાં બીએસએફ દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે જેમાં સરહદી ગામોમાં સ્કૂલ તેમજ ધાર્મિક સ્થળો પર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવા મા આવી રહ્યા છે ઉપરાંત બાળકોને સ્કૂલ ને લગતા સાધનો આપવામાં આવે છે તો સરહદી ગામોમાં મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તે અન્વયે આજે રાપર તાલુકાના લોદ્નાણી નાગપુર પ્રાથમિક શાળામાં સિવિક એક્શન કાર્યક્રમ અને મેડિકલ કેમ્પનું આયોજન
જેમાં લોકો ના આરોગ્ય ની તપાસ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે હરેન્દ્રસિંહ તોલીયા સી.ઓ. સાહેબ કમાન્ડર ૫૬ બી. એન. સીમા. બીએસએફ કંપની મનોજકુમાર ડો.બંસરી મેડમ. માજી ઉપ સરપંચ માયાભાઈ ધૈડા. દિલીપભાઈ ધૈડા માજી સરપંચ માદેવા ભાઈ બારી શાળા ના આચાર્ય છત્રસિંહ વાઘેલા ફાર્મસીસટ ગોરધન પાલીવાલ પ્રકાશ વર્મા. મૌલિકભાઈ તેમજ આરોગ્ય વિભાગ ના સંતીબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
ઉપરાંત બીએસએફ દ્વારા નાગપુર પ્રાથમિક શાળાના બાળકોને નોટબુક સ્કેચપેન સ્કુલબેગ રમત-ગમતના સાધનો તેમજ સંગીત ના સાધનો ઢોલક હાર્મોનિયમ વિગેરે વિતરણ કરવામાં આવ્યું હતું બીએસએફના સી.ઓ.સાહેબ તથા કુડા કેમ્પ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું તથા ગ્રામજનો અને નાગપુર લૉદ્રાણી એકતાનગર માનાણીવાંઢ ડોસાવાંઢ આજુબાજુના ગામો થી પધારેલ ગ્રામજનોએ મેડિકલ કેમ્પનો લાભ મળેલ બીએસએફ દ્વારા અવારનવાર આવા કાર્યક્રમ થતાં હોવાથી ગ્રામજનોને ખૂબ જ ફાયદો થાય છે