Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

વંથલીનાં પત્રકાર પર ખોટો કેસ કરવામાં આવતાં પત્રકાર આલમ માં રોષ

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એ જૂનાગઢ એસપી ને મળી નિષ્પક્ષ તપાસ ની માંગ કરી

પત્રકાર અને મીડીયાને ભારતની લોકશાહી નો ચોથો સ્તંભ કહેવામાં આવે છે . સમગ્ર વિશ્વમાં પત્રકારોને ખાસ મહત્વ આપવામાં આવી રહયું છે . લોકોને થતા અન્યાય સામે સરકાર કે અધિકારીઓને પોતાની કલમ થકી સત્યતાને ઉજાગર કરવામાં મીડીયાનો અગત્યનો ભાગ રહયો છે . પત્રકાર સુરક્ષા કાયદો લાવવા માટે પત્રકારો અનેક વખત રજુઆતો કરી રહયા છે . તેનું કારણ પણ પત્રકારોને સત્ય લખવાના પરિણામે ઘણી વખત બુટલેગરો , અસામાજીક તત્વો કે રાજકીય આગેવાનો અથવા વહીવટી તંત્રમાં બીરાજમાન કર્મયારીઓના રોષનો ભોગ બનવું પડતું હોય છે.

આજકાલ સાંધ્ય દૈનિકના વંથલી શહેર અને તાલુકામાં પત્રકારીત્વ કરતા સીરાજ વાંજા એ તાજેતરમાં વંથલી પોલીસના પેઘી ગયેલ કર્મચારીઓ વિરૂઘ્ધ અહેવાલ પ્રસિધ્ધ કરેલ હતો . જેનો ખાર અને રાગદ્રેશ રાખી ટ્રેકટર ચોરીની ફરીયાદની વિગતો મેળવવા જતા ફરજ પરના પોલીસ કર્મચારીઓએ વિગતો નહીં આપતા સદર પત્રકારે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવ થઈ વેદના વ્યક્ત કરતા વંથલી પોલીસના જવાબદાર થાણા અમલદારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લેવાના બદલે માહીતી ન આપનાર પોલીસ કર્મચારીઓનો બચાવ કરવા માટે અને લોકશાહીની ચોથી જાગીર એવા પત્રકારીત્વને દબાવવાનો હીંન પ્રયાસ કર્યો હતો . જેમાં પત્રકાર સિરાજ વાજા પર ફરજ રૂકાવટ અને આઈ.ટી. એક્ટ જેવી કલમો લગાડી ગુન્હો દાખલ કરેલ છે . ખરા અર્થમાં આવો કોઈ ગુન્હો સદર પત્રકારે કર્યો જ નથી . પત્રકારને સંડોવી દેવાના આ હિન પ્રયાસને જૂનાગઢ જિલ્લાનાં પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ પ્રગટ કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી.

Related posts

જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને આત્‍મનિર્ભર ગ્રામ યાત્રાનો સમાપન સમારોહ સંપન્ન

samaysandeshnews

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વેક્સિનેશનના ૧૦૦ કરોડ ડોઝની સિમાચિહ્નરૂપ સિદ્ધિની ઉજવણી

samaysandeshnews

Crime:મોબાઇલ ટાવર પરથી ચોરી થયેલ પાવર મોડ્યુલ અને કેબલ નાં મુદ્દામાલ સાથે આરોપીઓની પકડી પાડતી હારીજ પોલીસ

cradmin

Leave a Comment

error: Content is protected !!