Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

વાહનોમાં ફિટનેસ સારૂં આર.ટી.ઓ જામનગર દ્વારા જામનગર જિલ્લામાં ખાસ ફિટનેસ કેમ્પનું આયોજન

જામનગર તા.૦૩ સપ્ટેમ્બર, જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરનાં આદેશ મુજબ કોરોના મહામારીમાં વાહનોના ફિટનેસ માટે સામાજિક અંતર જળવાઇ રહે તે હેતુથી આર.ટી.ઓ. જામનગર દ્વારા જામનગર જિલ્લામાં તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ કાલાવડ ખાતે મુ. જી.ઇ.બી. ઓફીસની સામે, વાવડી રોડ, તા.૧૪/૦૯/૨૦૨૧ના રોજ ધ્રોલ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયોડીઝલ પંપ પાસે તેમજ તા.૧૫/૦૯/૨૦૨૧ના રોજ લાલપુર અને જામજોધપુર ખાતે વાહનોના ફિટનેશ થશે.

ઉપરના સ્થળ અને તારીખે માત્ર ઉપર સૂચવેલ વિગતે જ વાહનોના ફિટનેશ થશે. ફિટનેશ રીન્યુઅલ માટે આવતા અરજદારે ઓનલાઇન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

ગુજરાત : દર વર્ષે દેશભરમાં ૧૬ માર્ચના રોજ ‘‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’’ ઉજવવામાં આવે

samaysandeshnews

સુરતમાં એક એવી બેંક છે જે તમને પૈસા નહીં પણ આરોગ્ય માટેની દવાઓ અને ગોળીઓ મળે

samaysandeshnews

ક્રાઇમ: જમીન વિવાદમાં ઉત્તર પ્રદેશના વ્યક્તિએ ટ્રેક્ટર ચલાવ્યું, તેની સાથેના બે પોલીસને ઈજા

cradmin

Leave a Comment

error: Content is protected !!