- હાલમાં ગુજરાતમાં ધોરણ 9થી12નું શૈક્ષણિક કાર્ય ઓફલાઈન ચાલી રહ્યું છે.
- રાજ્યમંત્રી મંડળની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પત્રકારોને જણાવ્યું કે ગુજરાતના 6થી8ના વર્ગમાં ભણતા 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય 2 સપ્ટેમ્બર ગુરુવાર થી શરૂ કરવામાં આવશે.
- કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાશે.
- ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે સરકારી અને ખાનગી શાળાએ અમલ કરવાનો રહેશે
કેબિનેટ બેઠક બાદ કરવામાં આવી જાહેરાત. - શાળાઓમાં 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. 30 હજાર શાળાઓના વર્ગો શરૂ કરવામાં આવશે.