Samay Sandesh News
indiaગુજરાતશહેર

શહેરા થી નાડા ગામ તરફનો રસ્તો અઢી વર્ષથી બિસ્માર બનતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન

રસ્તાની કામગીરી એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યા બાદ થોડી ગણી કામગીરી કર્યા બાદ કોઈ કારણસર નવીન રસ્તાની કામગીરી બંધ થઈ જતા વાહન ચાલકો થયા પરેશાન.

40 ગામને જોડતો રસ્તો તૂટી ગયેલ હોવા છતાં મરામત કરવામાં પણ તંત્રનો કોઈ રસ નથી.

કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ કયા કારણથી બંધ કરી દેવામાં આવી તેની તપાસ કરવામાં આવે તે જરૂરી…

શહેરા થી નાડા ગામ તરફનો રસ્તો અઢી વર્ષથી બિસ્માર બનતા વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થતા સંબંધિત તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો.આ રસ્તો 40 કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે ઉબડખાબડ બની જતા વાહન ચાલકો માટે કમ્મરતોડ પુરવાર થઈ રહયો હોવાથી તાત્કાલિક રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી હતી.

   શહેરા થી નાડા ગામ તરફનો 40 ગામને જોડતો ડામર રસ્તો અઢી વર્ષથી અનેક જગ્યાએથી તૂટી જવા સાથે વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બની રહયો છે,આ રસ્તાની કામગીરી એક વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યા બાદ થોડી ગણી કામગીરી કર્યા બાદ કોઈ કારણસર નવીન રસ્તાની કામગીરી બંધ થઈ જતા પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.  

       રસ્તો 40 કરતા વધુ ગામોને જોડતો હોવા સાથે રસ્તો અતિ બિસ્માર હોવાથી અહી થી પસાર થતા વાહન ચાલકોનો સમય વધારે જવા સાથે વાહનો નું મેન્ટેનિસ પણ વધી જતું હોય તો નવાઈ નહિ, દિવસ અને રાત્રિ દરમિયાન નાના મોટા વાહનો ની અવર જવર રહેતી હોવા સાથે બાઈક જેવા નાના વાહન ચાલકો ને અહી થી પસાર થતી વેળાએ ગણી તકલીફ પડી રહી હતી,રસ્તા પરના મસ મોટા ખાડા ઓ ના કારણે વાહનો ને પણ નુકશાન જતુ હોવાથી વાહન ચાલકો નો આક્રોશ તંત્ર સામે જોવા મળી રહ્યો હોવા છતાં સબંધિત તંત્ર દ્વારા આ રસ્તાની મરામત કરવામાં પણ વિચાર્યું નથી.જ્યારે અનેક ગામોને જોડતો આ રસ્તો બિસ્માર હોવા છતાં ક્યા કારણ થી સબંધિત તંત્ર દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરાઈ નથી એવા અનેક સવાલો હાલ વાહન ચાલકો સાથે જાગ્રુત નાગરીકો માંથી ઉઠી રહયા હતા. 

   જ્યારે આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલક રમેશભાઈને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે રસ્તો બહુ જ ખરાબ થઈ ગયો છે અને વાહન લઈને નીકળવું પણ તકલીફ પડે છે, રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ આવવાના હોત તો આ રસ્તો તાત્કાલિક તંત્ર દ્વારા નવો બનાવી દેવામાં આવતો પણ અત્યારે આ રસ્તાના કારણે ઘણા બધા ગામના ગ્રામજનોને તકલીફ પડે છે તે કોઈને દેખાતું નથી, જોકે સંબંધિત તંત્ર દ્વારા શહેરા થી નાડા ગામ તરફનો ઉબડખાબડ બનેલ રસ્તાની મરામત કરવામાં કે નવીન બનાવવા માટે શુભ મુહૂર્તની રાહ દેખી રહ્યા હોવાનું લાગી રહયુ છે. આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ કયા કારણથી કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવી તેની તપાસ પણ સંબંધિત તંત્ર ના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી લાગી રહ્યું છે.

મહત્વનું છેકે ખરાબ રસ્તાના કારણે અમુક સમયે અકસ્માતો પણ થતા હોવા સાથે નવીન રસ્તાની કામગીરી શરૂ કરવામાં ન આવતા આગામી દિવસોમાં આ વિસ્તારના જાગૃત ગ્રામજનો ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરનાર છે.

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

Related posts

કચ્છ : માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું

samaysandeshnews

Help: ડોનેટ લાઇફ સંસ્થાં થકી અંગદાનમાં હાથ મેળવનારે પતંગ ચગાવી

samaysandeshnews

સિક્કા શહેર માં ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના સિમ્બોલ સરકારી મિલકતોની દિવાલમાં પેન્ટીગ કરેલા હોય તે દૂર કરવા કોંગ્રેસ ના આગેવાનો ની રજૂઆત ને સફળતા.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!