જામનગરથી પ્રસિદ્ધ થતું અને સમગ્ર ગુજરાતમાં વાંચક ધરાવતું સમય સંદેશ દૈનિક દ્વારા 73માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, તલવાર રાશ, વક્તવ્ય તેમજ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં માનનીય શેતલબેન શેઠ ચેરમેન મહિલા પ્રમુખ મુખ્ય મહેમાન રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે પુરબીયા રાજપૂત સમાજ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સીસોદીયા, રાજપૂત સમાજ પ્રમુખ દિલીપસિંહ જેઠવા, ભાવસાર સમાજ પ્રમુખ અરવિંદ રૂપાપરા, સર્જન ડો.સંઘાણી સાહેબ, પત્રકાર ઇનાયત ખાન પઠાણ તેમજ અન્ય મહાનુભાવો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યા.
સમય સંદેશ પરિવારના તંત્રી, સહતંત્રી, મેનેજીંગ ડિરેક્ટર તથા ટીમ ના સદસ્યો દ્વારા મુખ્ય મહેમાનોનું બુકેટ દ્વારા સન્માન કરવામાં આવ્યું,
ત્યારબાદ પત્રકાર ઇનાયત ખાન પઠાણ દ્વારા ગણતંત્ર દિવસના મહત્વ વિષે વક્તવ્ય આપવામાં આવ્યું.
મહિલા બેન્ક ચેરમેન શેતલબેન શેઠ દ્વારા કાર્યક્રમ વિષે વક્તવ્ય આપવામાં આવ્યું અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
ત્યારબાદ શેતલબેન શેઠ અને પત્રકાર ઇનાયત ખાન પઠાણ દ્વારા સ્પીચ આપવામાં આવી અને અંતે ઓફિસ ની મુલાકાત લેવામાં આવી અને અંતે મુલાકાત કરી વિદાય લઇ છુટા થયા.