Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝભાવનગર

સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની અતિભવ્ય ઉજવણી કરવામાં આવી

  • વારાફરતી 3 હજાર કિલો રંગનો બ્લાસ્ટ કરાતાં આકાશ રંગબેરંગી થયું

આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિર દ્વારા વિશેષ તૈયારી પણ કરવામાં આવી હતી. આ માટે લોખંડની પાઇપમાં 3 કિલોથી વધુ રંગ ભરીને તેને બ્લાસ્ટ કરવામાં આવતાં બ્લાસ્ટ કરાયેલો રંગ 70 ફૂટ સુધી ઊંચે ઉડતાં આકાશમાં રંગબેરંગી નજારો જોવા મળ્યો. આ ઉપરાંત મંદિર પરિસરમાં 25 હજારથી વધુ અલગ-અલગ ચોકલેટ પણ હરિભક્તો પર ઉડાડવામાં આવી હતી.

સાળંગપુરમાં હનુમાનજી મંદિર દ્વારા રંગોત્સવ માટે વિશેષ તૈયારી કરી દેવામાં આવી હતી. આજે દાદાને રંગ અને પિચકારી અર્પણ કરાયા છે. ધુળેટીના દિવસે દરેક હરિભક્તોને પ્રસાદીના રંગથી રંગવામાં આવ્યાં હતાં. આ માટે મંદિરના વિશાળ પરિસરમાં અમદાવાદના કારીગરો દ્વારા તૈયાર કરાયેલાં સ્પેશિયલ ટેક્નોલોજી દ્વારા લોખંડની પાઇપમાં ત્રણ કિલો રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

Related posts

રાજ્ય તકેદારી કમિશ્નર શ્રીમતી સંગીતા સિંઘે પાટણ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

samaysandeshnews

સમાચાર શતક: સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો, પ્રશાસનનો નિર્ણય, જુઓ મહત્વના સમાચાર

cradmin

JAMNAGAR: સાંસદશ્રી પૂનમબેન માડમે કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

cradmin

Leave a Comment

error: Content is protected !!