સુત્રાપાડા ના મોરાચા ખાતે આવેલિ સિદ્ધ સિમેન્ટ કંપની માખેડૂત ખાતેદારોનાં વારસદારોને નોકરી ઊપર નહીં રાખતા કંપનીનાં ગેટ સામે પ્રશ્નાવડા,મોરાસા, છગિયા,તેમજ વાવડી ગામના જે ખેડૂતો ની જમીન કંપનીમાં ગય છે તેવા ખેડૂતો ના વારસદારો રોજગારી માટે ધરણાં ઉપર બેઠા છે.
કંપનીમા જમીન ખાતેદાર નોકરી કરતા કે નિવૃત્ત થયેલ કે અવસાન થયેલ પરિવાર ના વારસદારો ને નોકરીમા લેવા ખેડૂતો ની માંગ સુત્રાપાડા તાલુકામાં આવેલી સિમેન્ટ કંપની તેનું પાલન કરતી ન કરતી હોવાનુ ખેડૂતો નુ કહેવુ છે.જેની સામે જે ખેડૂતોની જમીન આ સિમેન્ટ કંપનીમાં ગઈ છે તેઓ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે.ખેડૂતો ની આ માંગ ની રજુઆત ખેડૂત ખાતેદારો દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હોવાનુ ખેડૂતો કહી રહ્યા છે.મુખ્યમંત્રી એ જવાબ મા એવુ કહેવામા આવ્યું કે આ રજુઆત નુ જલદી નિરાકરણ આવશે પણ હજુ સુધી આવ્યું નહોવાનુ ખેડૂતો ની એકજ માગ વહેલામાં વહેલી તકે ન્યાય ની માંગણી કરી રહ્યા છે.