સુરતના ભાગળ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટને લઈને મનપાં દ્વારા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. મોચીની ચાલમાં ડીમોલીશન કરવામાં આવતાં દુકાનદારો અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. અહીં ધરણા પર બેસી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ પોલીસને પણ ઘટનાં સ્થળે દોડી આવવું પડ્યું હતુંસુરત શહેરમાં મેટ્રોની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેને લઈને સુરતના કેટલાય રસ્તાઓને ૧ વર્ષ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ મેટ્રો પ્રોજેક્ટને લઈને ડીમોલીશન કરવાની કામગીરી કરવી પડી રહી છે. ત્યારે સુરતના ભાગળ વિસ્તારમાં મનપાની ટીમ ડીમોલીશન કરવા જતા રહીશોએ વિરોધ કર્યો હતો. ભાગળ સ્થિત મોચીની ચાલમાં લોકોએ ડીમોલીશનની કામગીરી અટકાવી હતી અને સુત્રોચાર તથા ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. ભાગળ સુરતનો ખૂબ જ વ્યસ્ત અને જૂનો વિસ્તાર છે. અહી અંગ્રેજોના સમયની ખૂબ જ જૂની મિલકતો છે. અનેક પરિવારો અને દુકાનો આ વિસ્તારમાં આવેલી છે. મહિલાઓ પણ અહી વિરોધમાં જોડાઈ હતી અને રામધુન બોલાવી વિરોધ કર્યો હતો. બીજી તરફ પરિસ્થિતિ વણસી જતાં પોલીસને પણ ઘટનાં સ્થળે આવવાની ફરજ પડી હતી લોકોએ જણાવ્યું હતું કે, અમને મારી નાખો પછી અમારી દુકાન સંપાદન કરી લો. હિતેનભાઈએ જણાવ્યું હતું કે, મનપા કાયદાની વિરુદ્ધમાં જઈને ડીમોલીશન કરી રહી છે. અમે કોઈ પરવાનગી આપી નથી. તેમ છતાં પોલીસનો સહારો લઈને ડીમોલીશન તથા ઘર ખાલી કરાવી રહી છે. અધિકારીઓ જબરદસ્તી દુકાનમાં ઘુસી ગયા હતા. રહીશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અમે ભાજપના મતદાતાઓ છીએ સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ અમારી રજૂઆત સાંભળવી જોઈએ અને અમને મદદ કરવી જોઈએ.
મોંહમદ ઇન્દરીશભાઈએ જણાવ્યું હતું કે, મોચીની ચાલમાં હું દુકાન ધરાવું છું. ૨૦ વર્ષ પહેલા ડીસ્ટ્રીક સેન્ટર બનાવવા માટે આવ્યા હતા. જેથી મામલો હાઈકોર્ટમાં ગયો હતો. અને હાઈકોર્ટે વૈક્લીપ જગ્યા આપવા જણાવ્યું હતું. પરંતુ ૨૦ વર્ષ બાદ આજે ફરીથી તેઓ આવ્યા હતા. અહી મેટ્રોના નામે અમારી દુકાનનું ડીમોલીશન કરવામાં આવી રહ્યું છે. અમારી માંગ છે અમને વૈકલ્પિક જગ્યાં મળે. મનપાં હિટલરશાહી કરીને ડીમોલીશન કરી રહી છે.