જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત- નવસારી ટીમ દ્વારા રવિવારનાં રોજ જીવન જયોત મંદબુધ્ધિ માનવ મંદિર આશ્રમ ખાતે ૧૨૫જેટલા મંદબુધ્ધિનાં બાળકો રહે છે.તેઓને જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત- નવસારી ટીમ દ્વારા રવિવારનાં રોજ ભોજન પ્રસાદની સેવા આપવામાં આવી હતી.તેમજ કામરેજ સરથાણા રોડ પર આવેલ વાલક પાટિયા સ્થિત આવેલ જીવન જયોત મંદબુધ્ધિ માનવ મંદિર આશ્રમ ખાતે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતુ.સાથે સાથે અતિથિઓને ભોજન પ્રસાદ પણ આપવાનો લ્હાવો લીધો હતો.છેલ્લા સાત વર્ષથી જય ગોપાલ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત- નવસારી ટીમ દ્વારા મંદબુધ્ધિનાં પ્રભુજીવોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થામાં સાથે ૧૦૦ થી વધુ ગૌસેવકો જોડાયેલાં છે.