સુરતનાં કામરેજ સ્થિત પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હોબાળો મચાવ્યો હતો યુવકે યુવતીને જાહેરમાં પકડી તેનું ગળું ચપ્પુથી ચીરી નાખ્યું હતું એટલું જ નહીં ત્યાં હાજર લોકોએ આ યુવતીને બચાવવાની જગ્યાએ ઘટનાનો વીડિયો મોબાઈલમાં કંડારી રહ્યા હતા. આ ઘટના બાદ હત્યારાએ પણ આપઘાતનો પ્રયાસ કરતા તે હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.સુરત શહેરમાં દિન પ્રતિદિન ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ગૃહમંત્રીના હોમ ટાઉનમાં જ ગુનેગારો બેફામ બની રહ્યા છે અને હવે તો દીકરીઓ પણ સલામત નથી. સુરતમાં છાશવારે હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને હવે તો હત્યાની ઘટનાઓ સામન્ય થઈ ગયી હોય તેમ લાગી રહ્યું છે. આ ઉપરાંત આજે સુરતમાં એક એવી ઘટનાં સામે આવી છે જે સલામત ગુજરાતની પોલ ખોલી છે.
આ ચકચારી ઘટના એવી છે કે સુરતના કામરેજની 21 વર્ષીય વિદ્યાર્થિની ગ્રીષ્માં વેકરિયા સાથે કપોદ્રાની રચનાં સોસાયટીમાં રહેતા હત્યારાં ફેનિલને એકતરફી પ્રેમ થઈ ગયો હતો . હત્યારો ગ્રીષ્માનો અવાર નવાર પીછો કરતો હતો. જેથી વિદ્યાર્થિનીએ આ અંગે પરિવારને જાણ કરી હતી. થોડા દિવસ અગાઉ વિદ્યાર્થિનીના મોટા પપ્પાએ યુવકને ઠપકો આપ્યો હતો. શનિવારે સાંજે હત્યારા ફેનિલે વિદ્યાર્થિનીના ઘર પાસે પહોંચી તેણીને બંધક બનાવી જાહેરમાં પરિવારની સામે જ ચપ્પુથી ગળુ કાપી નાખ્યું હતું. વિદ્યાર્થિનીનો ભાઈ છોડાવવાં જતા તેણે તેના પર પણ હુમલો કર્યો હતો. હત્યા કર્યા બાદ હત્યારાએ ઝેરની ગોળી ખાઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જોકે યુવક હાલ બેભાન હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.વિદ્યાર્થિનીની હત્યા કર્યા બાદ હત્યારો ફેનિલ ડેડબોડી પાસે જ ઊભો રહ્યો હતો .
દરમિયાન કોઈપણ વ્યક્તિ વિદ્યાર્થિનીની ડેડબોડી પાસે જવાની કોશિશ કરે ત્યારે એ ચપ્પુ લઈને ડેડબોડીની આજુબાજુ ફરતો હતો અને લોકોનેધમકાવતોહતો .દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે તો બીજી તરફ આ ઘટનાને લઈને સલામત ગુજરાતના દાવા કરતાં ગૃહરાજ્યમંત્રી ની પોલ ઉઘાડી પડી છે બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાનો ચારેતરફ વિરોધ થઈ રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.