Samay Sandesh News
ક્રાઇમસુરત

સુરતનાં પીપોદરા માં બંધ મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સુરત જિલ્લાં એલસીબીએ બાતમીનાં આધારે પીપોદરા વિસ્તારમાંથી 15 લાખથી વધુનો 9108 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે બે રાજસ્થાની ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.પોલીસે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે સુરત જિલ્લાં એલસીબી દ્વારા માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિતારમાં આવેલા સમીર ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટના વિભાગ-4 એક બંધ મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.મકાનમાં તપાસ કરતા પોલીસ ને ઘટનાં સ્થળેથી દેશી બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.

એલસીબી દ્વારા તપાસ કરતાં આ મકાન રાકેશ પટેલ નામનાં વ્યક્તિનું હોવાનું અને ચુનારામ પુરોહિત તેમજ બાબુસિંહ રાજપૂત નામનાં રાજસ્થાની ઇસમોને ભાડે આપ્યું હોવાનું ખુલ્યું હતું. પોલીસને ઘટના સ્થળેથી 15,61,200ની કિંમતનો 9108 બોટલ દારૂ મળી આવ્યો હતો. હાલ પોલીસે મકાન ભાડે લેનાર બંને રાજસ્થાની ઈસમો વિરુધ પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.તેમજ દારૂ સહિતનાં મુદ્દામાલનો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

Related posts

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના રૈયા ગામેથી અફીણના છોડ તેમજ ડોડા ઝડપી પાડતી SOG બનાસકાંઠા

cradmin

ક્રાઇમ: વધુ એક NEET ઉમેદવારે આત્મહત્યા કરી, 9 મહિનામાં 26મી ઘટના

cradmin

Jamnagar: જામજોધપુર તાલુકા માં ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ…

cradmin

Leave a Comment

error: Content is protected !!