મયુરનગરની ઉ.મા શાળાએ વગાડ્યો કબડ્ડી સ્પર્ધામાં ડંકો
તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ બતાવશે પ્રતિભા
હળવદ તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત હળવદ તાલુકાની વિવિધ સ્પર્ધા યોજાય રહી છે જેમાં મયુરનગર ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની બહેનોની ટીમે કબડ્ડીમા પ્રથમ નંબર મેળવ્યો હતો જે આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ પ્રતિભા બતાવશે જ્યારે કબડ્ડીમાં ભાઈઓની ટીમે તાલુકા કક્ષાએ ત્રીજો નંબર મેળવ્યો હતો તેમજ ચક્રફેંક સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી અલ્તાફ ખલીફાએ પણ પ્રથમ નંબર મેળવ્યો હતો.કબડ્ડી સ્પર્ધામાં ફાઈનલ સુપર રેડ કરી એક જ રેડમાં પાંચ પોઈન્ટ મેળવનાર ગેડાણી કોમલને શાળા તરફથી બેસ્ટ રેડરનો ખિતાબ આપવામાં આવ્યો હતો જ્યારે સાવધરિયા રાધાએ બેસ્ટ ડિફેન્ડર તરીકે પરફોર્મન્સ આપ્યું હતું વિસાણી નિધિએ ‘બોનસ ગર્લ ‘તરીકે ચાહના મેળવી હતી આ કબડ્ડી સ્પર્ધામાં મિતલ કણઝરિયા,જાંબુકિયા રિધ્ધિ, રાઠોડ સંજના,ગેડાણી રાધિકા,નિધિ વિસાણી, રાધિકા જાંબુકિયા, ટાપરિયા પ્રિયંકા, વિસાણી ધ્વનિ અને પરમાર આરતી જિલ્લા કક્ષાની ટીમ માટે પસંદ થયા હતા
જ્યારે જિલ્લા કક્ષાની હળવદ તાલુકાની ભાઈઓની ટીમમાં દેગામડિયા વિજય,ચાવડા તુષાર,ચાવડા પૃથ્વીરાજ, બાવળિયા દેવરાજ, ધાડવી સહદેવ, થરેકિયા મેહુલ અને ભૂંભરિયા વિવેકની પસંદગી થઈ હતી. શાળાના આચાર્ય અલ્તાફ ખોરજિયાએ તમામ ખેલાડીઓને, એથ્લ્ટીકસના કોચ નરેન્દ્ર બારિયા, કબડ્ડીના કોચ ગોસાંઈ નિર્મલ અને મહેશ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.